ભારત‌ એ જગતગુરુ છે: જાણો કેવી રીતે…

ભારતનું યુવા જગત પોતાના ગુમાવી બેઠેલા ભારતને પાછું મેળવી રહ્યું છે. અને આ દેશ માટે એક મહાન શુભ સંકેતરૂપ છે. શા માટે ભારત વિના સમગ્ર વિશ્વ ટકી ન શકે ? અને આજે વિશ્વ જે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેનો ઉકેલ કેવી રીતે ભારતીય સંસ્કૃતિ પાસે છે. તેના વિશે આપણને યોગ્ય ખ્યાલ નથી. આખું વિશ્વ આર્થિક મંદિમાં ડૂબી ગયું છે. આર્થિક ઉન્નતિ જ  એ માનવ પ્રજા માટે એક પડકારરૂપ બાબત છે. એક વૈશ્વિક વિશાળ શ્રોતા સમૂહમાં મહત્વનો ભેદ જોયો છે કે માત્ર ધનની વૃદ્ધિ આ વિશ્વની સમસ્યાઓ નો ઉકેલ શોધી શકે તેમ નથી. આનાથી ઉલટુ આજના વિશ્વની અડધોઅડધ સમસ્યાનું મૂળ કારણ ધન લાલસા તો છે જ સાથોસાથ વેભીચાર, ખૂન-ખરાબા, કુકર્મ. આ બધા પરિબળો ની એક અલગ ઇફેક્ટ અને ઇફેક્ટ થી ઊભું થતું એ અલગ વાતાવરણ જેની મોટી અસર વિશ્વ અને માનવ સમાજ પર થઈ રહી છે. ભારતની કુલ સમૃદ્ધિના 73 ટકા ભાગ 1 ટકા લોકો જ ધરાવે છે. આખું વિશ્વ આજે ઘણી સમસ્યાઓથી ઘેરાયેલું છે.  જો આપણે માનવ પ્રજા તરીકે સાથે મળી એનો સામનો નહીં કરીએ તો કદાચ આપણે આપણી જાતનો વિનાશ નોતરસુ .  વાસ્તવિક રીતે આખા વિશ્વને માટે આ એક સામૂહિક આત્મઘાત બની રહેશે.                             આપણે ગમે કે ન ગમે પણ પહેલો પડકાર છે ધાર્મીક ઝનુનવાદનો. જો આપણે એનો સામનો નહીં કરીએ તો આપણી જાત નો વિનાશ તત્કાળ નોતરવાના જ.  હિન્દુ,  મુસ્લિમ, શીખ કે ઈસાઈ કોઈપણ ધર્મના લોકો જ્યાં સુધી આત્મચિંતન કરીને એક વાત પર સહસંમતિથી નહીં સ્વીકારે કે બધા ધર્મનું ઈશ્વરતત્વ એક છે. ત્યાં સુધી આવી ઝનુની પ્રવૃત્તિ કરનાર લોકોનું અસ્તિત્વ બન્યું રહેશે. બીજો પડકાર છે ટેકનોલોજીના અતિ વિકાસથી નીપજતી સમસ્યાઓનો. હું ટેક્નોલોજીના વિકાસને પૂર્ણ સ્વીકારું છું. તેને સમર્થન આપું છું. ખરેખર અત્યારના સમયની ટેકનોલોજી અને એના વિકાસથી અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્ય બને છે. પરંતુ તેની આડઅસરોના પરિણામે નોકરી-ધંધાની તકો લોકો માટે અદૃશ્ય થઈ રહી છે. બીજી બાજુ સોશિયલ મીડિયાના પ્રચાર-પ્રસારથી લાભ તો થાય જ છે. પણ એની નકારાત્મકતા પણ એટલા જ પ્રમાણમાં સાથોસાથ વધી રહી છે. વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર જેવી એપ્લિકેશનો નો જેટલો સદઉપયોગ છે એટલો જ તેનો દુરુપયોગ કરનારી પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ પણ સ્થાન ધરાવે છે. વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી યોગ્ય પ્રક્રિયાઓ હાથ ધરી અમલમાં મૂકાય. તો હું માનું છું કે આના પર થોડા ઘણા અંશે કાબુ રાખી શકાય છે. આજે જે વિષમતાઓ ભયંકર પ્રમાણમાં વધતી જતી જોઈએ છીએ. તેનું આપણે ધ્યાન નહીં રાખીએ તો સમગ્ર વિશ્વમાં શક્ય છે કે આ સમસ્યાઓ વિસ્ફોટક બાબત બની જશે. આ પ્રકારની વિષમતા પછી ભલે ઔદ્યોગિક, સામાજિક, ભૌતિક કે રાજકીય હોય. આ વિષમતાઓના કારણે આપણે ચિંતીત બન્યા છીએ. આવી બધી બાબતો નકારાત્મક vibration ઉત્પન્ન કરે છે. પરંતુ આ મુદ્દો અહીં એટલા માટે રજુ કરું છું કે આવી બધી સમસ્યાઓનો ઉકેલ આપણી ભારતીય સંસ્કૃતિમાં જ રહેલા છે. અને એટલા જ માટે સમગ્ર માનવજાતને ઉગારવા માટે ભારતને જગતગુરુ બનાવવાની આવશ્યકતા છે.                      

પોતાના દેશનું નાગરિકત્વ અને સંકુચિત સંકલ્પના છોડી એને વધારે વિસ્તૃત કરવા માટે વિશ્વના યુવાએ એમ કહેવું જોઈએ કે આપણે ભારતના એક ભવ્ય, અસામાન્ય અને પ્રબલ સંદેશને આત્મકેન્દ્રીત કરી દુર સુદુર લઇ જવાનો છે. એ સંદેશ અને એની પ્રબળ સંકલ્પના એટલે ” વસુધૈવ કુટુંબકમ્” ની ભાવના.  આપણી પાસે ઈશ્વરને અર્પણ કરવા જેવું શું છે? એવી કઈ વસ્તુ છે કે જેની આપણને જરૂર છે? અને શા માટે તેની આવશ્યકતા આપણે અનુભવીએ છીએ? આપણે આજની માનવ પ્રજામાંથી એક એવી પેઢીની જરૂર છે કે જે “વસુધૈવ કુટુંબકમ્” ના સંદેશને સજીવ કરી સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે. તેને ખરા અર્થમાં વ્યાખ્યાયિત કરી શકે. બુદ્ધિ પ્રતિભાના ભવ્ય તારામંડળ જેવા લોકોના વિચારો થી જ્યારે સમગ્ર વિશ્વ પ્રેરાશે અને આધ્યાત્મિક સફર શરૂ થશે ત્યારે આ લેખ વાંચનાર અને લખનાર માટે સફળ ગણાશે.આ લેખ વાંચશો ત્યારે પણ મનમાં કંઈક વિચારો ઉભરાશે અને તેની તીવ્ર અસર વર્તાશે. જીવનની આ વાસ્તવિકતા છે. આજની પેઢીને નેતૃત્વની પ્રબળ પ્રેરણા મળે એવી એક યોજના અને લીડરશીપની આવશ્યકતા છે. આ વિશે સ્વામી વિવેકાનંદે ઘણા સુંદર શબ્દોમાં વાત કરી છે. ” ભૂખ્યા પેટે તમે ધર્મની વાતો ન કરી શકો”.  હું માનું છું કે આજ મહત્વનો અને પ્રાથમિક સંદેશ છે. છેલ્લા 5૦૦ વર્ષમાં શું થયું?  સમગ્ર વિશ્વને સંદેશ આપવાને બદલે. આ દેશની દરેક વ્યક્તિ મારી પાસે આપવા જેવું કંઈ નથી! હું નિર્મળ છું!  અને તેને બહારથી આવતી આર્થિક સહાયની લાલસા એ નબળો કરી નાખ્યો છે.  અકલ્પનીય છે એ દશા કે જે અંગ્રેજો અને મુગલ સલ્તનતના સમયે પર ભારતની થઈ હશે. હજારો વખત આપણી સંસ્કૃતિ પર અવિરત પ્રહાર થયા છે. એને છિન્નભિન્ન કરી એને નિર્વસ્ત્ર કરી એને બેઆબરૂ કરવામાં કોઇ જ કસર બાકી રાખી નથી. છતાં  આપણે દરેક દુઃખો અને દર્દીને  વિસરી આગળ વધી સર્વને પોતાનામાં માની રહ્યા છીએ. એ આપણી આર્ય સંસ્કૃતિના ડીએનએમાં છે.  એ આપણી સંસ્કૃતિના મજબુત પાયા નું જ પરિણામ છે કે આજે પણ આપણે હિંમત હાર્યા વગર વિશ્વ પટલ પર પોતાની એક અલગ અને આગવી છાપ ઉભી કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ, દરેક દેશ, દરેક પ્રજાતિની વ્યક્તિ આપણી સમક્ષ નજર ને માંડી ને બેઠી છે. એ આપણી પાસેથી શિક્ષાનાં, પ્રેમના, કરુણાના, સમર્પણના ભાવ શીખવા માટે આતુર છે. આ આપણી અંગત રિસ્પોન્સિબિલિટી છે એક ભારતીય તરીકે, એક હિન્દુ રાષ્ટ્રના નાગરિક તરીકે કે આપણે આપણા કર્તવ્યને સમજી તેનું યોગ્ય નિરુપણ કરવું જોઈએ. આપણી અંદર છુપાયેલી  પ્રતિભાને આપણી અંદર રહેલી ઉર્જાને એકત્રિત કરી અને સમગ્ર વિશ્વને માર્ગ દેખાડવા, એના પોઝિટિવ vibrations  ઉભા કરવા અને આગળ લઈ આવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ.       

આપણે બધાએ બે વસ્તુ શીખવાની જરૂર છે. આપણે આપણા પોતાની ભીતરની પ્રકૃતિને સમજવા જન્મ્યા છીએ. એ હકીકતને મુલ્યા વિના આપણે બાહ્ય પ્રકૃતિ પર સતત નિયમન રાખવાનું કેવી રીતે શીખી શકીએ?  બંને શક્તિશાળી બળોને એક સાથે કેવી રીતે લાવવા એ જો આપણે નહીં સમજીએ તો વૈશ્વિક નાગરિકત્વ નું સૂત્ર કોઈક જુદા જ અર્થમાં પરિવર્તિત થશે. આ માટે આપણને આજે શેની જરૂર છે?  આ માટે આપણને નેતૃત્વની, પ્રબળ અભિવ્યક્તિની જરૂર છે અને એ જ ભારતનું  વિશ્વને અને સમગ્ર માનવ પ્રજાને મહાન પ્રદાન છે. જો તમે ભગવતગીતા તેમજ ઉપનિષદોમાં અમૃત માં જુઓ અને તેમાંથી સાર તત્વ રૂપે સંદેશ તરફ નજર કરો તો એનો જવાબ પ્રાપ્ત થાય છે.

આજે કેવા પ્રકારના નેતૃત્વની વિશ્વને જરૂર છે? એ આપણે સમજવું જોઈએ. નેતૃત્વ માટે દ્રષ્ટિ, આવશ્યક ગુણવત્તાનું અને પ્રામાણિકતા હોવી જરૂરી છે. આપણી અંદર કરુણા અને સંવેદના, શ્રદ્ધા અને સમર્પણ, ભાવનાત્મક વિચારણા, સેવાભાવના, આત્મનિરીક્ષણનો ભાવ. આ તમામ ગુણો હોવા ખૂબ જ અનિવાર્ય છે. આવશ્યકતાઓ આપણને યોગ્ય નેતૃત્વ કરવાની છૂટ આપે છે. હું કોણ છું?  એનો ખ્યાલ દરેક વ્યક્તિને હોવું જોઈએ. મારો જન્મ કયા ઉદ્દેશ માટે થયો છે? તેની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. મારા થકી શું થઈ શકે?  તેના  ખ્યાલ માનસ પટ પર સ્પષ્ટ હોવો જોઈએ. આમ આપણે યોગ્ય નેતૃત્વ અને આત્મચિંતનની ખૂબ જ આવશ્યકતા છે.

આપણે પહેલા ક્યાં હતા?  આપણા ભવ્ય વારસામાં આપણને શું મળ્યું?  આપણી સંસ્કૃતિ આપણા રીતરિવાજો આ મૂલ્યો ખૂબ યોગ્યતા થી આત્મચિંતન કરી સમજવા જેવા છે. નહીંતર તમારી ખાલી પડેલી જગ્યા ભરવા માટે કોઈકને કોઈક આગળ આવશે. અને તમારી આગળ આવી તમારા મૂલ્યો છીન્વી લેશે. માટે સમય ન બગાડી જીવનનો આ અમૂલ્ય અવસર આપણા વારસા અને આપણી સંસ્કૃતિની ધરોહરને આગળ ધપાવવા ભારતને જગતગુરુના સ્થાને પુનઃ પ્રસ્થાપિત કરવાનો આ અવસર ન ચુકીએ. યુવા શક્તિને જાગૃત થવાની જરૂરિયાત ઊભી થઇ છે. 

આલેખન: જય ભટ્ટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button