આર્થિક ભીંસમાં ઝેર પી પરિણીતાએ જીવન ટૂંકાવ્યુ,જાણો સુસાઇડ નોટ શું લખ્યું…

ભુજ : ભુજના કુકમા ગામે આર્થિક ભીસને લીધે દંપતિએ ઝેરી દવા ગટગટાવી લેતાં જેમાં પત્નિનું મોત થયું હતું જ્યારે પતિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તો બીજી તરફ મરતાં પૂર્વે માતાએ પુત્ર – પુત્રીની માફી માગી દાદા પાસે ચાલ્યા જવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. કરૂણા ઉપજાવનાર આ ઘટનાને પગલે હતભાગીના પરિવારજનો સહિત સગા સબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સજોડે ઝેરી દવા પી મોતનો માર્ગ અપનાવ્યો

મળતી માહિતી મુજબ ગુરૂવારે સાંજે કુકમા ગામે રહેતા મીનાબેન હિતેશભાઇ પ્રજાપતિ અને હિતેશભાઇ પ્રજાપતિએ સજોડે ઝેરી દવા પી મોતને વહાલું કરી લીધું હતું. દુર્ભાગ્યવશ 34 વર્ષીય મીનાબેનને સારવાર પહેલા મોતને ભેટી ગયા હતાં.પોલીસ તપાસ દરમિયાન હતભાગી મીનાબેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પુત્ર મયંક અને પુત્રી નંદનીને ઉદ્દેશીને હતભાગી માતાએ લખ્યું છે કે , “તમારી માતા જાય છે મને માફ કરજો તમારું ધ્યાન રાખજો , બેટી ભાઇનું ધ્યાન રાખજે મમ્મી તમને પ્રેમ કરે છે. દાદા પાસે ચાલ્યા જજો,” તેમજ મહિલાએ તેમના માતા પિતાને પણ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે , “મને માફ કરજો હું જીંદગીથી કંટાળી ગઇ છું. એટલે હું જાઉ છું. મારી મરજીથી જવા માગું છું આમા કોઇનો દોષ નથી. બસ થાકી ગઇ છું મને માફ કરી દેજો તમારી મીના શીવમ મીસ યું”. તેવી વિગતો સુસાઇડ નોટમાં લખી છે. તો ગંભીર હાલતમાં મરણ જનારનો પતિ હિતેશ પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યો છે .આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button