રાજકોટમાં આવતીકાલે શહેરના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ નો કાર્યક્રમ યોજાશે : કમલેશ મિરાણી

રાજકોટ: દર માસના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મળે છે. પસંદ કરેલા વિચારોને આ કામમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે. ‘મન કી બાત’ નું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યુ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો પર આવતીકાલ એટલેકે 28 માર્ચ માસના છેલ્લા રવિવારે સવારે 11:00 ક્લાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ “મન કી બાત’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શક્તિ કેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યક્તઓ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કેર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button