ગલૂડિયા અને પતંગિયાની દોસ્તીનો વિડિયો વાયરલ

કુદરતના ખેલ તટસ્થ ભાવે નિહાળતા રહેવાની મોજ જુદી જ હોય છે. કૅલિફૉર્નિયાની ઑરેન્જ કાઉન્ટીમાં રહેતા લૉના સ્ટુડન્ટે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ગલૂડિયા અને પતંગિયાની નિર્દોષ મૈત્રીસભર રમતનો વિડિયો પોસ્ટ કર્યો છે. એમાં ગલૂડિયું ક્યારેક પતંગિયાને પોતાની નજીક લાવવાની કોશિશ કરે છે તો ક્યારેક પોતાના મોં પર બેસવા દે છે. હા, એને હાથમાં પણ પકડી લે છે અને એની સાથે રમતું-રમતું એક પગથિયું નીચે પણ પડી જાય છે. વળી, પાછું ઉપર આવીને એની સાથે રમવા માંડે છે.

આ દોસ્તીના વિડિયોને લાખો લોકોએ માણ્યો છે. એ વિડિયોના સત્તાવાર વ્યુઝનો આંકડો ૫૦ લાખને પાર કરી ગયો છે. વિડિયોમાં સ્પૅનિશ ભાષા બોલતા ગલૂડિયાના માલિક રમતની મોજ તરફ નિર્દેશ કરતા જોવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button