ક્રિકેટ ગોડ સચિન બાદ આ ક્રિકેટર કોરોના સંક્રમિત

Irfan Pathan becomes fourth Indian cricketer from Road Safety World Series  to test positive for COVID-19

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી સક્રિય આંકડાઓમાં તેજી જોવા મળી રહી છે. કેસો ફરી એકવાર ઝડપથી વધવા માંડ્યા છે. ખેલાડીઓ પણ આ રોગચાળાની ઝપેટમાં આવી ગયા છે. મોટા ભાઈ યુસુફ પઠાણ બાદ હવે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર રહી ચૂકેલા ઇરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ઇરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેણે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી છે. ઇરફાન ચોથો ભારતીય ક્રિકેટર છે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે.

ઇરફાન પઠાણે તેના ટ્વિટર પર લખ્યું છે કે કોઈ પણ લક્ષણો વિના હું કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મે ખુદને આઈસોલેટ ઘરમાં જ કોરોન્ટાઈન કર્યો છે. પાછલા કેટલાક સમયમાં, જે લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓને તેમની કોરોના પરીક્ષણ કરાવવા વિનંતી. બધા માસ્ક પહેરો અને સામાજિક અંતરને અનુસરો. દરેકને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા. 

સચિન તેંડુલકર, એસ બદ્રીનાથ અને યુસુફ પઠાણ કોવિડ પોઝિટિવ

આ અગાઉ ભારતીય બેટ્સમેન એસ બદ્રીનાથે રવિવારે કહ્યું હતું કે તે કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તે ક્વોરન્ટાઈન છે. તે ‘રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટૂર્નામેન્ટ’ માં ચેપગ્રસ્ત થનાર ત્રીજો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બન્યો છે. તે પહેલા શનિવારે સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પણ કોવિડ -19 પોઝિટિવ આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button