
તા.૩૦/૦૩/૨૦૨૧ના રોજ પદાધિકારીઓની ઉપસ્થિતિમા શહેરની સ્વચ્છતા વધુ સઘન બનાવવા સોલીડવેસ્ટ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ સાથે મીટીંગ યોજાઈ.
રાજકોટ શહેર સ્વચ્છતા અંગે નાની-મોટી ફરિયાદો લોકો દ્વારા આવતી હોય છે. તેમજ સ્વચ્છતા માટે લોકોને જાગૃતિ વધે અને તંત્ર દ્વારા પણ સઘન પગલા લેવાય તે માટે તા.૩૦/૦૩/૨૦૨૧ના રોજ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ. આ મીટીંગમા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશનર સિંઘ, પર્યાવરણ અધિકારી નીલેશભાઈ પરમાર, પ્રજેશભાઈ સોલંકી, દિગ્વિજયસિંહ તુવર, જીંજાળા, એસ.આઈ., એસ.એસ.આઈ. વિગેરે ઉપસ્થિત રહેલ.

સૌ પ્રથમ સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કમાં રાજકોટ શહેરનો છઠ્ઠો નંબર આવેલ છે તે બદલ સૌનો પદાધિકારીઓએ અભિનંદન પાઠવેલ. વિશેષમાં, સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા વધે તે માટે પ્રચાર-પ્રસાર, નાગરિકો સાથે સારો વ્યવહાર રહે, બપોર બાદ એસ.આઈ. બધા ફરજીયાત હાજર રહે અને વિસ્તારમાં સફાઈની ફરિયાદ આવે તેમજ ન્યુસન્સ પોઈન્ટની સ્થળ વિઝીટ કરી બીજે દિવસે ત્યાં સ્વચ્છતા કરાવવી શહેરમાં ન્યુસન્સ પોઇન્ટનો ઉત્તરોતર ઘટાડો કરાવવા અને આજુબાજુના રહેતા રહેવાસીઓને ખુલ્લા પ્લોટમાં કચરો નાખે નહિ તેવી સમજણ આપવી. તેમજ સફાઈનું મોનીટરીંગ સતત ચાલુ રાખવું. તેમજ ટીપરવનના કર્મચારીઓ પણ ઘરે ઘરે થી કચરો લેવો અને લોકો સાથે વ્યવસ્થિત વ્યવહાર કરવો તેવી તાકિત કરવામાં આવેલ. વિશેષમાં, આગામી ચોમાસા પહેલા શહેરના તમામ વોંકળાઓની સફાઈનું આગોતરું આયોજન કરવા અધિકારીઓને જણાવેલ. ઉપરાંત બ્લેક લીસ્ટેડ એજન્સીઓના જે વિસ્તારના સફાઈ માટે પડતર રહે છે તેવા તમામ વિસ્તારના સફાઈ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવી.

રાજકોટ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવવા આપણે સૌએ સઘન પ્રયાસો કરવા પડશે અને લોકોમાં પણ જાગૃતતા લાવવા સતત પ્રયત્ન કરવા પડશે. વિભાગની જે કાઈ મુશ્કેલી હશે તેનો આપણે નિરાકરણ કરીશું તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.