સુરતમાં યુવતીએ યુવકને વીડિયો કોલ કરીને નિર્વસ્ત્ર થઈ ગઈ પછી શું થયું; જાણો વિગતો…

સુરત: સરથાણા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા ઉપર યુવતી સાથે થયેલી ફ્રેન્ડશીપ ભારે પડી. યુવતીએ શરુઆતમાં મોબાઈલ ઉપર ચેટીંગ કર્યા બાદ વીડિયો કોલ કરી બંને જણા નિર્વસ્ત્ર થયા હતા. જેનું યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કરી વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપી એક લાખની માંગણી કરી . આ સાથે ટોળકીના સાગરીતે એલસીબીના નામે ફોન કરી પતાવટના બહાને ધમકાવ્યો હતો. જોકે, યુવકની ફરિયાદને આધારે સરથાણા પોલીસે છટકું ગોઠવી નાણાં લેવા આવેલા ટોળકીના એક સાગરીતને ઝડપી પાડ્યો .સરથાણા શ્યામધામ મંદિર પાસે રહેતા 26 વર્ષીય યુવક સંજય (નામ બદલેલ છે)ને મહિના પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સુમીતા શર્મા નામની યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી . જે રીકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ બંને જણા ચેટીંગ કરતા અને વીડિયો કોલ ઉપર સુમીતા સેક્સની વાતો કરતી હતી. દરમિયાન 14 માર્ચના રોજ સાંજે બંને જણાએ ઘરમાં એકાંતમાં હતા તે વખતે વીડિયો કોલમાં સામસામે નિર્વસ્ત્ર થયા . સુમીતાએ પોતાનો અવાજ બંધ રાખી વીડિયો રેકોડીંગ કરી લીધું અને તે વીડિયો સંજયને મોકવ્યો હતો. ત્યારબાદ મેસેજ કર્યો હતો કે, આપણો નગ્ન વીડિયો મારી પાસે છે હવે તું મને એક લાખ રૂપિયા મારા એકાઉન્ટમાં હું કહું ત્યારે નાંખી દેજે અને તેમ ન કરશે તો આપણો નગ્ન વીડિયો વાઈરલ કરી તને બદમાન કરી દઈશ.સંજયે સુમીતાને સોશિયલ મીડિયામાંથી અનફ્રેન્ડ કરી નાખી . સુમીતા અવાર નવાર ફોન કરી એક લાખ રૂપિયાની માંગણી કરી નાણાં નહી આપે તો વીડિયો વાઈરલ કરી દેવાની ગર્ભીત ધમકી આપતી હતી. જોકે, સંજયે નાણા આપવાની ના પાડતા વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ સુમીતાના મોબાઈલ પરથી જયરાજ જાડેજા નામના વ્યકિતએ ફોન કરી પોતાની ઓળખ અમરેલી એલસીબીમાંથી બોલું છું અને તારી ઉપર અમદાવાદથી છોકરીના કાકાએ અમરેલી એલસીબીમાં તે છોકરીનો સેક્સ વીડિયો વાઈરલ કર્યા અંગેનો કેસ કર્યો છે. જો તારે પતાવટ કરવી હોય તો એક લાખ મારા એકાઉન્ટમાં નાખી અથવા આંગડીયાથી હું કહું ત્યાં મોકલી આપવા કહ્યું હતું.છેલ્લે રૂપિયા 45 હજાર આપવાનું નક્કી થયું હતું. બીજી તરફ સંજયે આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરી આખી સ્ટોરી કહી હતી. જેથી હનીટ્રેપ ટોળકીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતુ અને તે મુજબ સંજયે પૈસા આપવાની તૈયારી બતાવી પૈસા લેવા માટે વરાછા મીનીબજાર વૈશાલી વડાપાઉ પાસે બોલાવ્યો હતો. ત્યાં સંજય પાસે એક અજાણ્યો આવ્યો હતો અને જયરાજ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી ત્યારે જયરાજનું સાચુ નામ સંદીપ વાળા હોવાની બહાર આવ્યું હતું.છટકુ ગોઠવીને નજીકમાં ઉભેલા પોલીસે ખંડણીના નાણા લેવા આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button