ઈમરાને આપ્યો મોદીના પત્રનો જવાબ: કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

ભારતના પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને પત્ર લખી શુભેચ્છા આપી હતી, જેનો જવાબ ઇમરાન ખાને આપ્યો છે. એક પત્ર લખી ઇમરાને ભારત સહિત બધા દેશો સાથે શાંતિની વાત કરી છે અને સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય ઇમરાને કોરોના સામે જંગ માટે ભારતના લોકોને શુભેચ્છા આપી છે.

‘પાકિસ્તાન દિવસ પર શુભેચ્છા માટે તમારો આભાર. પાકિસ્તાનના લોકો આ દિવસે રાષ્ટ્ર-નિર્માતાઓની દૂરદ્રષ્ટિ અને વિવેકને શ્રદ્ઘાંજલિ આપી મનાવે છે, જેણે એક સ્વતંત્ર અને સંપ્રભુ દેશનું સપનું જોયુ હતું જયાં તે આઝાદીમાં રહેતા પોતાની ક્ષમતાને સમજતા હતા. પાકિસ્તાનના લોકો ભારત સહિત પાડોશી દેશોની સાથે શાંતિ અને સહયોગ ઈચ્છે છે.’

PM Imran Khan replies to Modi's Pakistan Day letter - News | Khaleej Times

અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદ્દા ઉકેલી લેશે, ખાસ કરી જમ્મુ-કાશ્મીર વિવાદ. સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ માહોલ બનવો જરૂરી છે.

હું આ તકે ભારતના લોકોને કોવિડ-૧૯ સામે લડવાની લડાઈ માટે શુભેચ્છા આપુ છું.

મહત્વનું છે કે પીએમ મોદીએ શુભકામનાઓની સાથે આતંકવાદના મુદ્દા પર ચેવતણી આપી હતી. તેમણે શુભકામના આપતા કહ્યુ હતુ કે, ભારત પાકિસ્તાન સાથે સદ્બાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તે માટે પરસ્પર વિશ્વાસ અને આતંકનો ખાતમો જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button