
બ્રાઝિલથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં એક વ્યક્તિનો જન્મ થયો હતો જ્યારે ડોકટરોએ તેને કહ્યું હતું કે તે 24 કલાક જીવી શકશે નહીં, પરંતુ હવે તે વ્યક્તિ 44 વર્ષનો થઈ ગયો છે. એટલું જ નહીં, તે વ્યક્તિ પોતાનું માથું ઉધું હોવા છતાં તેના ઇરાદાઓને કારણે આજે વિશ્વમાં પ્રખ્યાત છે.
ખરેખર, આ વ્યક્તિનું નામ ક્લોડિયો વેરા ડે ઓલિવેરા છે. બ્રાઝિલના મોન્ટે કાર્લોમાં જન્મેલા આ માણસનું માથું અને આખું શરીર અજીબ છે. માથું ઉધું આખું શરીર પણ વાંકું હતું અને ડોકટરો તેના જીવવાની અપેક્ષા રાખતા ન હતા.

હવે તે એકાઉન્ટન્ટની સાથે સાથે મોટિવે સ્પીકર પણ બની ગયો છે. તેની માતા કહે છે કે તેની માતાનું કહેવું છે કે, તેણે બાળપણથી જ પોતાના બીજા બાળકની જેમ જ જોયો હતો અને તેને પોતાની મરજીથી જિંદગી જીવવા માટે પુરી આઝાદી આપી હતી. જ્યારે તેનો જન્મ થયો ત્યારે ઘણી મુશ્કેલીઓ આવી હતી. પરંતુ ત્યારબાદ ડોક્ટર દ્વારા તેની માતાને સલાહ આપવામાં આવી હતી કે, તેને ખાવા પીવાનું ન આપે કારણ કે તેની જિંદગી વધારે નહીં ચાલે.
ઓલિવેરા ટીવી જુએ છે, ફોન ચલાવે છે. અને તેઓ બધી વસ્તુઓ કરે છે જે એક સામાન્ય વ્યક્તિ કરે છે. તે આજે લોકોમાં ખૂબ પ્રખ્યાત બન્યા છે. ઓલિવેરાની સફળતા પર પરિવાર વાળા બહું ખુશ છે.