ઇંગ્લેન્ડ વિરુદ્ધની સિરીઝમાં ઋષભ પંતના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન થયા પ્રભાવિત; કહ્યું…

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ અને ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિગે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના ખેલ પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સત્રમાં ટીમની આગેવાની કરવા પર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના ખેલમાં વધુ નિખાર આવશે.

નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યરના ઈજાગ્રસ્ત થયા બાદ પંતને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા છે. અય્યર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.

પોન્ટિગે ટ્વીટ કરી કહ્યું, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ અય્યર ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે પરંતુ ઋષભ પંત તેનો કેવી રીતે ફાયદો ઉઠાવે છે એ જોવા માટે ઉત્સુક છું. પોતાના હાલના પ્રદર્શનના કારણે તે આના હકદાર હતા અને તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. મને પુરો વિશ્વાસ છે કે કેપ્તાની તેમને વધુ સારા ખેલાડી બનાવશે.’

પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં 97 અને અણનમ 89 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી. રવિવારે ત્રીજી અને અંતિમ વનડેમાં તેમણે 62 બોલ પર 78 રન બનાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button