રાજકોટમાં સ્કૂલ-કોલેજો બંધ, પ્લે હાઉસ ચાલુ,સંચાલક સામે ગુનો નોંધી અટકાયત

રાજકોટ: સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઈન કરવામાં આવ્યું છે. છતાં રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં લિટલ લોર્ડ્સ પ્લે હાઉસમાં 25 જેટલા નાના-નાના ભૂલકાઓને કોરોનાની ગાઇડલાઇન્સને નેવે મૂકી શિક્ષણ આપતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતનભાઇ પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જો શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ચાલુ હોય તો માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર અને સફાઈ જેવા અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ સરકારના નિયમોને નેવે મૂકી વાઇરલ થયેલા વિડીયોમાં પ્લે હાઉસની શિક્ષિકાએ પણ માસ્ક પહેર્યા નહોતા તથા વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં જો માસૂમ ભૂલકાઓને કોરોના થશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક યક્ષ પ્રશ્ન રહેલો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button