કોરોનાનો હાહાકાર: ચાર ભારતીય ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા બાદ આ દેશની આખી ટીમ થઇ સેલ્ફ ક્વોરન્ટાઇન

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઇનલમાં, સચિન તેંડુલકરની આગેવાનીમાં ઇન્ડિયા લેજન્ડ્સે રોમાંચક હરીફાઈમાં શ્રીલંકા લિજેન્ડ્સને 12 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટની ફાઇનલ સિવાયની તમામ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંઘ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ હતી. ખિતાબી મેચ મુંબઈમાં યોજાઇ હતી. કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને, આ આખી ટુર્નામેન્ટ બાયો સિક્યોર બબલમાં રમવામાં આવી હતી. જોકે ટૂર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ખેલાડીને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાના સમાચાર નથી, પરંતુ ફાઇનલ બાદ ભારતીય ટીમના ચાર સભ્યો એક પછી એક કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હવે ભારત સામે ફાઈનલ રમનારી શ્રીલંકાની ટીમ પણ આ અંગે સચેત બની ગઈ છે.

મહત્વનું છેકે ટૂર્નામેન્ટ પૂરી થયાના થોડા દિવસ પછી, ભારત લિજેન્ડ્સના કેપ્ટન સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેંડુલકર ત્યારથી સેલ્ફ ક્વોરન્ટાઇનમાં છે. બીજા જ દિવસે ટીમના અન્ય સભ્યો અને મેચના મેન ઑફ ધ મેચ યુસુફ પઠાણને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી, બે વધુ ભારતીય ક્રિકેટરોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. યુસુફ પછી એસ. બદ્રીનાથ અને ત્યારબાદ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ આ ખતરનાક વાયરસથી સંક્રમિત થનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો હતો.

ભારતીય ક્રિકેટરો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ, હવે શ્રીલંકા લિજેન્ડ્સના ખેલાડીઓ પણ એલર્ટ થઈ ગયા છે. એવા અહેવાલો છે કે લીગમાં ભાગ લેનારા શ્રીલંકાના લેજન્ડ્સને સેલ્ફ-ક્વોરેંટાઇન્ડ રહેવાની સલાહ આપવામાં આવી છે. શ્રીલંકાની એક વેબસાઇટ મુજબ, શ્રીલંકાની સરકાર એલર્ટ પર છે અને તેણે ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ક્રિકેટરોને પોતપોતાના ઘરે આઇસોલેટ થવા જણાવ્યું છે. આરોગ્ય અધિકારીએ શ્રીલંકાના તમામ લેજન્ડ્સને આગામી શનિવાર સુધીમાં સેલ્ફ ક્વોરન્ટાઇન રહેવા જણાવ્યું છે. જ્યારે તેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ આ ખેલાડીઓ સેલ્ફ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button