ગુજરાતને જળ સમૃદ્ધ બનાવવા આવતીકાલથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી પાટણના વડાવળી ગામે તળાવ ઊંડા કરવાના કામમાં સહભાગી થઇ અભિયાનનો પ્રારંભ કરાવશે
  • સમગ્ર રાજ્યમાં ૩૧મી મે સુધી યોજાશે સુજલામ સુફલામ જળ અભિયાન
  • ૨૦૨૧ના વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં ૧૮,પ૮ર કામો હાથ ધરવા માસ્ટર પ્લાન મંજૂર
  • સમગ્ર અભિયાનથી આ વર્ષે વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે
  • લોકભાગીદારીથી ૬૩ર૩ તળાવો-ચેકડેમ-જળાશયો ઊંડા ઉતારવા-ડિસીલ્ટીંગ અને મનરેગા અન્વયે ૬૬૮૧ તળાવોના વિવિધ કામોથી ૬૦ લાખ માનવદિન રોજગારી નિર્માણ કરાશે
  • ૪પ૦૦ થી વધુ એક્ષેવેટર ૧પ હજારથી વધુ ટ્રેકટર-ડમ્પર ઉપયોગમાં લેવાશે
  • મુખ્યમંત્રીની પ્રેરણાથી ર૦૧૮ થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રણ તબક્કાઓમાં ૪૧,૪૮૮ કામો દ્વારા ૪ર,૦૬૪ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે
  • કોરોના મહામારી વચ્ચે પણ ગત વર્ષે ર૦ર૦માં પ૧ દિવસના આ અભિયાનમાં ૧૧,૦૭ર કામોથી ૧૮,પ૧૧ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી
  • કોરોનાના કપરા સમયમાં આ અભિયાનના કામો દ્વારા ૩૦ લાખથી વધુ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ
  • આ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો-જાહેર કામો–ખેડૂતોના ખેતરમાં કરવા વિનામૂલ્યે અપાય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button