28 એપ્રિલે જેતપુર મામલતદાર કચેરી ખાતે “તાલુકા સ્વાગત” ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

પ્રશ્ન રજૂકર્તાએ ૧૦ એપ્રિલ સુધીમાં પ્રશ્ન રજૂ કરવાના રહેશે

રાજકોટ તા, ૩૦ માર્ચ : રાજ્યના નાગરિકોને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરાવેલ છે.

જે અંતર્ગત જેતપુર તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તારીખ ૨૮/૪/૨૦૨૧ ના રોજ સવારે ૧૧=૦૦ કલાકે જેતપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે તારીખ ૧૦/૪/૨૦૨૧ સુધીમાં રજૂ કરવા જેતપુર સીટી મામલતદારશ્રી વિજય કારીયા તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર શ્રી ડી.એ ગીનીયાની સયુંક્ત યાદીમાં જણાવાયું છે.

તાલુકા “સ્વાગત” માં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી, ગ્રામસેવકને અરજી કરેલ હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારીશ્રીને લેખિતમાં અરજી રજૂઆત કરેલ હોવી જરૂરી છે. કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને એક વિષયને લગતી જ રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆત કરી શકશે નહીં. જેની જેતપુર શહેર અને તાલુકાના પ્રશ્નકર્તાઓને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button