ગોંડલ આમઆદમી પાર્ટી દ્વારા ભાજપ અધ્યક્ષના બેનરો સાથે કરાયો વિરોધ

બે દિવસ સુરત મહાનગર પાલિકા માં આમ આદમી પાર્ટી ના 27 કોર્પોરેટરો દ્વારા સુરત મહાનગર પાલિકા ની બજેટ ની સામાન્ય સભા ઓનલાઈન રાખતા વિપક્ષ આમઆદમી પાર્ટી દ્વારા વિરોધ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી.જેના પગલે ગોંડલ આમઆદમી પાર્ટી કાર્યકરો દ્વારા બસ સ્ટેન્ડ ચોક માં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ના બેનરો સાથે વિરોધ દર્શાવવા માં આવ્યો હતો.

તેમજ આમઆદમી દ્વારા જણાવ્યું હતું કે સામાન્ય સભા માં વિપક્ષ ની ભૂમિકા મહત્વ ની હોય છે જેને સત્તાધારી પક્ષ દ્વારા દબાવવા માં આવતા તેમનો વિરોધ નોંધાવવા માં આવ્યો હતો.આ તકે પ્રદેશ સંગઠન મંત્રી નિમિષાબેન ખૂંટ,ગોંડલ વિધાનસભા અધ્યક્ષ કેયુર શેખડા, તથા આમઆદમી પાર્ટી ના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ દર્શાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button