IPL શરૂ થતા પહેલા ધોનીને ઝટકો, આ ખેલાડી થયો CSKમાંથી બહાર

IPL 2021ની શરૂ થતા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણો મોટો ઝટકો વાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવૂડે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હેઝલવૂડે આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપ અને એશીઝને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. સાથે જ તે બાયો બબલથી દૂર રહીને પોતાના પરિવાર સાથે થોડો સમય વીતાવવા માંગે છે. ચેન્નાઈની પહેલી મેચ 10 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સાથે રમાવાની છે.

30 વર્ષના ઓસ્ટ્રેલિયાઈ હેઝલવૂડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યું છે કે બાયો બબલ અને અલગ અલગ સમય પર ક્વોરન્ટાઈનમાં રહેતા 10 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. તેવામાં હું ક્રિકેટમાંથી થોડો સમય બ્રેક લઈને મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા ઈચ્છું છું. આગળ અમારે શિયાળામાં ઘણી ક્રિકેટ રમવાની છે. તેણે વધુમાં કહ્યું કે અમારે વેસ્ટ ઈન્ડીઝનો લાંબો પ્રવાસ ખેડવાનો છે. તેના પછી બાંગ્લાદેશનો પ્રવાસ, T20 વર્લ્ડ કપ અને પછી એશિઝ. આથી આગામી 12 મહિના ઘણા જ વ્યસ્ત રહેવાના છે. તેવામાં હું પોતાને માસિક અને શારીરિક રીતે ફીટ રહેવા માટેની સંપૂર્ણ તક આપવા ઈચ્છું છું. આથી IPL 2021માંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

હેઝલવૂડ IPLની આ સીઝનમાંથી બહાર નીકળનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. જોશ ફિલિપ અને મિશેલ માર્શ પણ આ પહેલા પોતાનું નામ IPLમાંથી પાછા ખેંચી ચૂક્યા છે. ચેન્નાઈની ટીમ ટુર્નામેન્ટમાં કોઈ પણ સમયે હેઝલવૂડનો ઓપ્શન શોધી શકે તેમ છે.

સૈમ કરન અને ડ્વેન બ્રાવો પર વધારે દબાણ વધશે. કારણ કે લુંગી નગિડી દિલ્હી વિરુદ્ધની પહેલી મેચ રમી શકે તેમ નથી. હેઝલવૂડને CSKએ ગયા વર્ષે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હેઝલવૂડે ચેન્નાઈ માટે 3 મેચો રમી છે, જેમાં તેણે એક વિકેટ લીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના IPL અભિયાનની શરૂઆત 10 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરશે.

મહેન્દ્ર સિંહ ધોની(કેપ્ટન), અંબતિ રાયડુ, સી હરિ નિશાંત, ચેતેશ્વર પૂજારા, દીપર ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, હરિશંકર રેડ્ડી, ઈમરાન તાહિર, કે ભગત વર્મા, કે ગૌતમ, કર્ણ શર્મા, કેએમ આસિફ, લુંગી નગદી, મિશેલ સેન્ટનર, મોઈન અલી, નારાયણ જગદીશન, આર સાઈ કિશોર, રવિન્દ્ર જાડેજા, રોબિન ઉથપ્પા, ઋુતુરાજ ગાયકવાડ, સૈમ કુરેન, શાર્દુલ ઠાકુર, સુરેશ રૈનાનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button