ગ્લોબલ બાઝાર ન્યુઝ રાજકોટ : તાજેતરમાં શાળાઓ કોરોના કાળ પછી ધીરે-ધીરે ખુલી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં એકડેમિક લર્નીંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસપોન્સિવ થઈ ગયા છે તેવું મોટા ભાગના શિક્ષકોનું નિરિક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા નથી મળતું તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાંતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ કરી ‘ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં ૧૩ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરાશે.

આ કાઉન્સેલિંગ સેન્ટરના ઉદઘાટનનો એક મુખ્ય સમારોહ આવતીકાલ તા. ૩ના એપ્રિલને શનિવારના યોજાશે જેમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચયુલ રીતે હાજરી આપી, કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત આ તમામ કાઉન્સેલિંગ સેન્ટરોનું તબક્કાવાર તા. ૩ થી ૯ એપ્રિલ સુધીમાં ઉદ્દઘાટન કરાશે. જે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નિતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદિપભાઇ ડવ, ડો. દર્શિતાબેન શાહ, પૂષ્કરભાઇ પટેલ, સાંઈરામ દવે, હિમાંશુભાઈ દોશી, મનોહરસિંહ જાડેજા, અર્જુનસિંહ રાણા, ભૂપતભાઇ બોદર, શ્રી ગઢવી, જ્યોતિન્દ્રભાઈ મહેતા, ગોવિંદભાઇ પટેલ, ડો. અનિલભાઈ રાણાવસિયા, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રામભાઈ મોકરિયા, પરિમલભાઈ પંડયા, ચેતનભાઈ નંદાણી, ભાનુબેન બાબરીયા, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ, મૌલેશભાઇ ઉકાણી, કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડો. રાહુલ ગુપ્તા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેસાણી, શ્રી કેલા, શ્રી સરવડા, ગિજુભાઈ ભરાડ, ગુલાબભાઇ જાની, શૈલેષભાઇ સગપરીયા, ભદ્રાયુભાઇ વછરાજાની, ત્યાગ વલ્લભ સ્વામીજી, અપૂર્વમુનિ સ્વામી અને પરમાત્માનંદ સરસ્વતિ સ્વામી હાજરી આપી આયોજકોને પ્રોત્સાહિત કરશે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ અને શ્રી મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં બેડીપરા ઝોનના ઉપપ્રમુખ રામભાઈ ગરૈયા, ગાંધીગ્રામ ઝોનના ઉપપ્રમુખ રાણાભાઈ ગોજીયા, જામનગર રોડ ઝોનના ઉપપ્રમુખ એચ. એ. નાકાણી જેહમત ઉઠાવી રહ્યા છે




