૧ હજાર વર્ષ પહેલાં મદુરાઈ આવી પહોચેલ વિશાળ સૌરાષ્ટ્રીયન સમુદાયને આવકારી સ્થાયી કરનાર મદુરાઈવાસીઓ વિશાળ હદયનાં છે
“એક ભારત – શ્રેષ્ઠ ભારત”નું આ ઉતમ ઉદાહરણ છે.
મદુરાઈની વિરાટ ચુંટણીસભામાં સૌરાષ્ટ્રવાસીઓનો ખાસ ઉલ્લેક કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદિ.

પ્રો.કમલેશ જોશીપુરાની વિનંતીથી અતિ વ્યસ્ત સમયપત્રક વચ્ચે સૌરાષ્ટ્રીયન સમુદાય માટે ખાસ સમય ફાળવી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબરૂ મુલાકાત આપતાં સૌરાષ્ટ્રીયન સમુદાય ભાવવિભોર.
તામીલનાડુમાં ૨૫ લાખથી વધુ વસતી ધરાવતો સૌરાષ્ટ્રીયન સમુદાય.
નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમ ભારત સરકારનાં સભ્ય અને પૂર્વ કુલપતિ પ્રો. કમલેશ જોશીપુરા દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય સદરહુ મુલાકાત માટે કરાયેલ વિનંતિ અનુસંધાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, મુળ સૌરાષ્ટ્રવાસી સમુદાયને મળવા અર્થે ખાસ સમય ફાળવી તાજ હોટેલ મદુરાઈ ખાતે સવિશેષ નિમંત્રિત કરી સમુદાયનાં શૈક્ષણીક, સાંસ્કૃતિક, વાણીજય સહિતનાં ક્ષેત્રોમાં યોગદાન અંગે ખુબ જ ઉડો રસ દાખવી આ પ્રતિનિધિમંડળ સાથે ઘણીબધી રસપંદ ચર્ચા કરી સુચનો ર્યા હતા.
સોમનાથ મહાદેવ ઉપર ઈ.સ.૯૬૦ ની સાલમાં ગઝનીનાં આક્રમણ વખતે સૌરાષ્ટ્રીયન સમુદાય સામુહિક હિજરત-સ્થળાંતર કરી અને પ્રથમ મદુરાઈ તથા બાદમાં તામીલનાડુનાં વિવિધ જીલ્લાઓ અને કર્ણાટકમાં વસેલો છે. તામીલનાડુનાં પ્રત્યેક ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રીયન સમુદાયની
મજબુત અને અસરકારક હિસ્સેદારી છે.
મદુરાઈ (દક્ષીણ)નાં વર્તમાન ધારાસભ્ય સૌરાષ્ટ્રીયન સમુદાનાં શ્રી એસ. સર્વનન એ.આઈ.એ.ડી.એમ.કે. (AIADMK) એટલે કે એન.ડી.એ.નાં ઉમેદવાર તરીકે ફરીથી ચુંટણી લડી રહેલ છે. મદુરાઈ સીટીમાં ૩ લાખ થી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસે છે. મદુરાઈ લોકસભામાં પણ છ ટર્મ સૌરાષ્ટ્રીવાસીઓ ચુંટાઈ આવેલ છે.
મદુરાઈ ખાતે પહોચી સુવિખ્યાત પ્રાચીન મીનાક્ષીમાતાનાં દર્શન બાદ તુરંત જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રીયન સમુદાયનાં રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને કલાક્ષેત્રનાં ૧૧ જેટલા તામીલનાડુનાં અગ્રણીઓ સાથે શુભેચ્છા બેઠક કરી હતી.
પ્રારંભે શ્રી નરેન્દ્ર મોદીએ સમુદાયની શૈક્ષણીક, સાંસ્કૃતિક, સામાજીક તેમજ પરંપરાગત વણાટકામ હુન્નર થોત્રે થઈ રહેલ પ્રગતિની જાણકારી મેળવી હતી.
પ્રધાનમંત્રીશ્રી મોદીએ સવિશેષ રીતે સમુદાયની યુવાપેઢીનો ગુજરાત સાથે નાતો ગાઢ બનાવવા ખાસ ભાર મુકી અને ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને તેમના પૂર્વજોનાં મુળ વતન સોમનાથજી ઉપરાંત સ્ટેગ્યુ ઓફ યુનિટી જેવા સ્થાનો ઉપર મુલાકાતો વધારવા ખાસ અનુરોધ કરેલ. સૌરાષ્ટ્રીયન સમુદાય પરંપરાગત રીતે કાપડ ઉદ્યોગ સવિશેષ રીતે સાડીવણાટ કામમાં
વૈશ્વીક નામના ધરાવે છે, સુવિખ્યાત કાંજીવરમ સાડી જેવા પરિધાનમાં ખાસ પારંગત છે તેમાં વ્યવસાયગત સજજતા અને વૈશ્વીક વ્યાપારમાં પ્રદાન અંગે ખાસ ચર્ચા આ બેઠકમાં થઈ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ અને NMMIL (ભારત સરકાર) નાં સભ્યશ્રી પ્રો. કમલેશ જોશીપુરા ૨૦૦૬ ની સાલથી સૌરાષ્ટ્રીયન સમુદાયની વિવિધ પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું સંકલન કરી રહેલ, શ્રી જોશીપુરાએ પ્રધાનમંત્રી કાર્યાલયે વિનંતી કરતા પ્રધાનમંત્રીએ અતિ વ્યસ્ત સમયપત્રક વચ્ચે આ સમુદાયને મળવા ખાસ તત્પરતા દાખવી હતી જેની દમીણ ભારતનાં પ્રચાર માધ્યમોએ પણ ખાસ નોંધ લીધી છે.
પ્રતિનિધિમંડળમાં જેમનાં પિતા મદુરાઈ લોકસભામાંથી અને ખુદ ત્રણ ટર્મ સાંસદ રહેલા શ્રી એ.જી.એસ. રામબાબુ, સૌરાષ્ટ્ર સમુદાયનાં પોલીટીકલ કો ઓર્ડીનેટરશ્રી આર.બી.આર. રામાસુબ્રમણ્યમ, પૂર્વ કુલપતિશ્રી વી.આર. રાજેન્દ્રન, સંઘ અગ્રણીશ્રી પ્રકાશકુમાર, વરિષ્ઠ શિક્ષણવિદ શ્રી જે. જવાહારલાલજી, તામીલનાડુનાં ગાંધી તરીકે સુવિખ્યાત સ્વાતંત્રય સેનાની એન.એમ.આર. સુબ્રમણ્યમનાં પરિવારનાં એસ. જવાહરલાલ, તીરૂનેલવેલનાં શ્રી આનંદરામન, વરિષ્ઠ ઉદ્યોગપતિ શ્રી વી.જી.રામદાસ, એન.એસ.શાંતારામન, શ્રી ટી.એસ.૨વીશન સહિતનાં અગ્રણીઓ જોડાયેલા.
જાહેરસભામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, કે.કામરાજ, એમ. જી. રામચંદન ઉપરાંત મુળ સૌરાષ્ટ્રવાસી “મદુરાઈ ગાંધી” અને.એમ.આર. સુબ્રમણ્યમને ખાસ યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ.
