સૌરાષ્ટ્ર ના વિધ્યાર્થીઓ IAડ -IPS બનેએ દિશામાં ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સીસ્ટમ (ગ્લોબલ ઇંડિયન સ્કુલ) અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JIO)ના સંયુક્ત ઉપક્રમે નવું સોપાન

ધોરણ 5 થી 9 ના 400 બાળકો ને સંપૂર્ણ નિ:શુલ્ક IAS-IPS બનાવવા માટે અઠવાડિયામાં 3 દિવસ ના 2 કલાક લેખે દિલ્હી ના અનુભવી ટીચર્સ દ્વારા આપવામાં આવશે કોચિંગ..

તા. 9 મે 2021 ના રોજ સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્ર ના બાળકોની પરીક્ષા લેવામાં આવશે જેમાંથી આ કોચિંગ માટે 400 બાળકો પસંદ કરવામાં આવશે..

આ પ્રવેશ પરીક્ષા નું રજીસ્ટ્રેશન તદન ફ્રી છે જે આપ gsesrajkot.org પર અથવા રૂબરૂ સ્કૂલ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

સૌરાષ્ટ્રના વિધ્યાર્થીઓ UPSCની પરીક્ષા પાસ કરે અને દેશની સર્વોચ્ચ સેવા IAS – IPS માં જોડાઈ શકે એ માટે ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સિસ્ટમ (ગ્લોબલ ઇંડિયન સ્કુલ) અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન (JIO) દ્વારા ધોરણ 5 થી 9 ના બાળકો માટે GSES JIO JUNIOR UPSC પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.

પરમ પૂજ્ય નયનપકા સાગર મહારાજ અને પરમ પૂજ્ય મયના મહાસતીજી ના આશીર્વાદ અને પ્રેરણાથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે.

આ પ્રોજેકટ અંતર્ગત જૂન 2021થી ધોરણ 5 થી 9 ના કોઈપણ મધ્યમ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ માંથી 400 બાળકો ની પસંદગી કરવામાં આવશે.

પસંદગી પામેલ 400 બાળકો નિ:શુલ્ક એક પણ રૂપિયા ના ખર્ચ વગર જૂન 2021 થી અઠવાડિયામાં 3 દિવસ (શુક્રવાર, શનિવાર અને રવિવાર ના રોજ 2 કલાકનું કોચિંગ આપવામાં આવશે. UPSCની તૈયારી માટે ખાસ JIO અંતર્ગત દિલ્હીના વાજીરાવ અને ચાણકય ઇન્સ્ટીટ્યૂટ સાથે સંકડાયેલા ટીચર્સ બાળકો ને કોચિંગ આપવા ખાસ દિલ્હી થી પધારશે.

સમગ્ર સૌરાષ્ટ્ર માંથી 400 બાળકો ની પસંદગી કરવા માટે ધોરણ 5 થી 9 ના અભ્યાસક્રમના આધારે પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ છે.

DATE: 9 મે, 2021 (રવિવાર)

TIME: સવારે 10:00 થી 12:30

VENUE: ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સિસ્ટમ (ગ્લોબલ ઇંડિયન સ્કૂલ), શિવધારા રેસિડેન્સી, ડી-માર્ટ નજીક, શ્રી બંગલો પાછળ, કુવાડવા રોડ, રાજકોટ.

આ પ્રવેશ પરીક્ષા ની માહિતી અને સ્વરૂપ નીચે મુજબ રહેશે.

આ પરીક્ષા અંતર્ગત જનરલ નોલેજ (ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ) માં વિષય 30 માર્કસ લેખે 90 માર્કસ ના પ્રશ્નો પૂછવામાં આવશે.

તમામ પ્રશ્રો MCQ સ્વરૂ૫ માં રહેશે.

આ પરીક્ષા માટે અઢી કલાક નો સમય આપવામાં આવશે. બાળકોની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે.

મેરીટ આધારે 400 બાળકોને સિલેક્સન GSES JIO JUNIOR UPSC માટે કરવામાં આવશે. પસંદગી પામેલ બાળકો ને જૂન 2021 થી કોચિંગ આપવાની શરૂઆત કરવામાં આવશે.

આ તમામ બાળકો ને 6 વર્ષનું કોચિંગ આપવામાં આવશે.

આ કોચિંગ અંતર્ગત બાળકો ને જનરલ નોલેજ, કરંટ અફેર્સ, અને UPSC ના સિલેબસ લેવલ મુજબ ની તૈયારીઓ કરાવવામાં આવશે,

આ બાળકોને સધન અભ્યાસ અંતર્ગત UPSC ની કોચિંગ કરાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ માં રજીસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિ બાપ્ય નથી.

આ પ્રોજેક્ટ માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર ના ધોરણ 5 થી 9 સુધી ના તમામ બાળકો ને આવકારીએ છીએ.

આ પ્રવેશ પરીક્ષામાં જોડાવા અને રજીસ્ટ્રેશન માટે સમગ્ર સૌરાષ્ટ્ર ના બાળકો ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

રજીસ્ટ્રેશન માટે આપ ઉપર મુજબ સ્કૂલ ના એડ્રેસ પર રૂબરૂ સવારે 10:00 થી 02:30 દરમિયાન આવી શકો છો અથવા www.gsesrajkot.org પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ GSES JIO JUNIOR UPSC પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે અને સંપૂર્ણ આયોજનને સદ્યોગ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન તથા સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી તથા Jio ના કો-ઓર્ડીનેટર સંજયભાઈ સંખલેચા ના સંયુક્ત પ્રયાસથી આ પ્રોજેક્ટ અમલ માં આવનાર છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ રિચા અગ્રવાલ, વાઇસ-પ્રિન્સિપાલ વિભૂતિ ત્રિવેદી, એડમિનિસ્ટ્રેટિવ હેડ અદિતભાઈ ઘેડિયા તથા બ્રિજેશભાઈ કોરડીયા, શુભમભાઈ રાઠોડ, ચિરાગભાઈ પૂજારા અને વિનયભાઈ જોષી વગેરે લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button