ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ ૨૩૦ દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે કરાઇ રહેલી સારવાર

રાજયસરકાર અને મહાનગરપાલિકાની સંયુકત નિગરાની હેઠળ

ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ ૨૩૦ દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે કરાઇ રહેલી સારવાર

રાજકોટ, તા.૦૬ એપ્રિલ:- રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ ૨૩૦ દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર(ડી.સી.એચ.સી.) અને કોવિડ કેર સેન્ટર(સી.સી.સી.). ખાતે સારવાર કરવામાં આવી રહી છે.

   રાજય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર(ડી.સી.એચ.સી.) યુનિટ ચલાવવામાં આવી રહયું છે. જયાં ઓકસિજનની જરૂરિયાતવાળા ૧૭૭ દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા ૧૫ દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ ૧૮૦ દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

    જયારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ(ડી.સી.એચ.સી.) અને કોવિડ કેર સેન્ટર(સી.સી.સી.). સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ ૧૨૪ ઓકસિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા ૫૦ દર્દીઓને દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય ૧૧૨ દર્દીઓ માટે ઓકસિજન સભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે, આથી અહીં કુલ ૨૩૬ ઓકસિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે, તેમ ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું.

    રાજયના આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા અને રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહયા છે, અને દર્દીઓને તેમના રોગની ગંભીરતા મુજબ જરૂરી સારવાર સરકારી રાહે મળી રહે, તે માટે સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button