ઉપલેટા તાલુકામાં રસીકરણ ઝુંબેશ :અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધું લોકોનું રસીકરણ

રાજકોટ, તા.૦૬ એપ્રિલ:- રાજકોટ જિલ્લામાં કોરાના રસીકરણની કામગીરી ઝડપી બનાવી વધુંને વધું લોકો રસી મુકાવે અને પાત્રતા તેમજ નિયત શેડયુઅલ મુજબ લોકોનો સમાવેશ થઇ જાય તે માટે જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન તેમજ પ્રાંત અધિકારીશ્રી જી.વી.મીયાણીના સંકલન હેઠળ કામગીરી કરવામાં આવે છે. ઉપલેટા તાલુકામાં મામલતદાર શ્રી જી.એમ.માવદીયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફસરના સંકલન મુજબ અત્યારસુધીમાં ૧૫હજારથી વધું લોકોનું રસીકરણ કરવામાં આવેલ છે.

 ઉપલેટા મામલતદારના અહેવાલ મુજબ ઉપલેટા તાલુકામાં ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૭૮૨૭ની વસતી પ્રમાણે ૪૫૮૪ વ્યકિતને વેકિસન આપવામાં આવી છે. ઉપલેટા શહેરમાં ૨૫.૭ ટકા કામગીરી થઇ છે. કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૫૮૧ની વસતી સામે ૩૧૩૪ વ્યકિતને વેકિસન આપવામાં આવી છે. જયાં ૪૭.૬ ટકા કામગીરી થઇ છે. ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૧૨૩ની વસતી સામે ૧૯૦૯ વ્યકિતને વેકિસન આપવામાં આવી છે. જેમાં ૩૧.૨ ટકા કામગીરી થઇ છે. પાનેલી મોટીમાં ૭૫૧૩ની વસતી સામે ૧૮૭૪ વ્યકિતને વેકિસન આપવામાં આવી છે. જેમાં ૨૪.૯ ટકા કામગીરી થઇ છે.ભાયાવદરમાં ૬૧૧૭ની વસતી સામે ૧૭૬૦ લોકોને વેકિસન આપવામાં આવી છે. ૨૮.૮ ટકા કામગીરી થઇ છે. ભીમોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૩૩૦ વસતી સામે ૧૮૮૬ લોકોને વેકસીન ૨૬.૬ ટકા કામગીરી કરવામાં આવી છે.કુલ ૧૫ હજારથી વધું  લોકોને ઉપલેટા તાલુકામાં વેકસિન આપવામાં આવી છે. ઉપલેટા શહેરમાં સુરજવાડી વિસ્તારમાં આજે સાંજ સુધીમાં  ૧૪૦થી લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.આશાપુરા સંસ્થા દ્વારા  મીનરલ  પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button