રાજકોટ, દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદરના ૪૧૨૫૩ નાગરિકોને ૬ એપ્રિલે રસી અપાઇ

રાજકોટ તા. ૭ એપ્રિલ – રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ આપવા માટે રાજયસરકારે રસીકરણની કામગીરી ૧૫ જાન્યુઆરી-૨૦૨૧થી આરંભી છે, જેના ભાગરૂપે ૬ જિલ્લાના ૪૧૨૫૩ નાગરિકોને ૬ એપ્રિલે રસી મુકવામાં આવી છે.

૬ એપ્રિલે દેવભૂમિ દ્વારકામાં ૨૫૩૩, જામનગર ગ્રામ્ય વિસ્તારના ૨૬૭૩, જામનગર શહેરી વિસ્તારના ૪૭૬૩, કચ્છના ૭૪૩૩, મોરબીના ૧૬૪૭, પોરબંદરના ૫૮૩૫, રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ૮૨૦૧ અને રાજકોટ શહેરી વિસ્તારના ૮૧૬૮ વ્યક્તિઓ મળી ૪૧૨૫૩ વ્યકતિઓને રસીકરણ કરવામાં આવ્યું છે, તેમ તેમ વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button