જસદણ માર્કેટ યાર્ડ ખાતે તા. ૧૦ એપ્રિલના રોજ રસીકરણ કેમ્પનું આયોજન

રાજકોટ તા. ૭ એપ્રિલ – શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જસદણ, માર્કેટીંગ યાર્ડ તથા કોવીડ રસીકરણ અભિયાન અને આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે કોવીડ -૧૯ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૪૫ વર્ષથી ઉપરના સર્વ લોકો માટે તા. ૧૦ એપ્રિલને શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી તેમજ બપોરના ૪:૦૦ વાગ્યાથી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી વિનામૂલ્યે રસીકરણ કરી આપવામાં આવશે. રસી ધારકોએ આધાર કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે, તેમ યાર્ડની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button