


સંગઠન પર્વ અંતર્ગત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી દ્વારા તાજેતરમાં જ પ્રદેશ ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોની વરણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપમાં સંગઠનક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સંભાળી ચુકેલ ઉદય કાનગડનું પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ત્યારબાદ સૌપ્રથમ વખત શહેર ભાજપ કાર્યાલય ખાતે પધારેલ ત્યારે ભાજપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય ગોવીદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, રાજુભાઈ બોરીચા, વિક્રમ પુજારા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, રમેશ જોટાંગીયા, પ્રવીણભાઈ ડોડીયા સહીતના સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.