શહેરમાં કોરોના સંક્રમણ વધી રહેલ હોય, નગરજનોએ અગત્યના કામ સિવાય સરકારી કચેરીમાં કે ભીડભાડવાળી જગ્યાએ નહિ જવા અપીલ

કોરોનાને હરાવા વેક્સિનની ખુબ જ અગત્યતા છે તો ૪૫ વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ કોઇપણ ભૂતના ભય રાખ્યા વગર વેક્સિન લઇ લેવી

મેયર ડૉ.પ્રદિપ ડવ એક યાદીમાં જણાવે છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસ વધી રહેલ રાજકોટ શહેરમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્યના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પગલાઓ લઈ રહેલ છે. કોરોના સંક્રમિત અટકાવવા માટે શહેરીજનોએ પણ ખાસ તકેદારી રાખવી પડશે. અગત્યના કામ સિવાય સરકારી કચેરીઓમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. ફરજીયાત કામ માટે જવાનું થાય માસ્ક ફરજીયાત પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, સેનેટાઇઝ કરવું વિગેરેનું ચુસ્ત પાલન કરવા તેમજ ચા-પાનના ગલ્લાઓએ એકઠું નહિ થવા અપીલ કરવામાં આવેલ

કોરોનાને હરાવવા રસીકરણ ખુબ જ અગત્યતા છે. દેશભરમાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા પણ જુદી જુદી સંસ્થાઓ અને સોસાયટીને જોડી જુદા જુદા વિસ્તારોમાં રસીકરણનાં કેમ્પો યોજવામાં આવે છે. જેથી ૪૫ વર્ષથી ઉપરના તમામ ભાઈ-બહેનોએ રસી લઇ લેવા મેયરએ અનીરોધ કરેલ છે.

આપણે જાગૃત રહેશું તો જ કોરોના સંક્રમણ અટકાવી શકીશું તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીશું તેમજ રાત્રિ કર્યુમાં પણ બહાર ન નીકળીએ. અંતમાં મેયરએ જણાવેલ કે, ચાલો સૌ સાથે મળીએ આપણા શહેરને કોરોના સંક્રમિત થતું અટકાવીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button