ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની વિવિધ ૮ મહાનગરપાલિકા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૩૧૧ કરોડની ગ્રાંટની ચુકવણી કરાઈ

ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને તે જ ભાજપા સરકારનું લક્ષ્ય

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી પાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાગી વિકારા હાથ ધરવામાં આવી રહયો છે અને દેશના મકાનગરી મેગાસીટી અને સ્માર્ટસીર્થ બની ૨હયા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાથબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૮ મહાનગરપાલિકા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના ના કામો માટે રૂા. ૩૧૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું જાતું કે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાન્નીના નેતૃત્વવાળી ભાજપા સરકાર વારા રાજપમાં સૌનો સાથ, સૌના વિકાસની સાથે સર્વાગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓની સાથોસાથ સુવિધાઓૌના કાર્યો વેગવંતા બનાવવામાં આવેલ છે અને રાજય સરકારની અનેકવિધ જનહીતકારી અને જનકલ્યાણ કારી યોજનાઓ નો જન-જન ને સાક્ષાત્કાર થયો છે અને સંકલ્પીત કાર્યોને ઝડપથી પૂર્ણ કરીને રાજય સરકારે લક્ષ્મસિધ્ધિી હાંસલ કરી છે અને રાજયના નાગરીકોની સુખાકારી વધી છે ત્યારે વિજયભાઈ રૂપાણીના કુશળ અને દિર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર આધાર સ્તંભના આધાર પર ગુજરાતે જન-જન ના વિકાસની ઇમારત ચણી છે ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહયું છે ત્યારે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાજ્યિ અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય અને શહેરોમાં નવા માર્ગોનું નિર્માણ, ટ્રાફીક સમસ્યાને પહોચી વળવા રસ્તાઓ પહોળા કરવા, ફૂટપાથ સહીત નવા માર્ગો બનાવવા અને સડકો નમુનારૂપ બને તેમજ આંતરમાળખાકીય સુવિધાઓને વધુ વેગ આપવા માટે રાજયની ૮ મહાનગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત રૂા. ૩૧૧ (અંકે રૂપિયા ત્રણસો અગિયાર કરોડ પુરા) ગ્રાન્ટની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં ૮ મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૧૧૫.૨૫૮૦ કરોડ, સુરત મહાનગરપાલિકાને રૂ. ૯૪.૦૮૧૧ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૩૫.૨૬૬૦ કરોડ, રાજકોટ મહાનગરપાકિલાને રૂ. ૨૭,૮૯૮૫ કરોડ, ભાવનગર મહાનગરપાકિલાને રૂ.૧૩.૦૨૮૧ કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૨.૩૪૩૫ કરોડ જુનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૦૬.૪૭૦૮ કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. ૦૬.૪૫૪૦ કરોડ, સહીત કુલ રૂ. ૩૧૧ કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

ત્યારે અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ ના માધ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીમ સિધ્ધી હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસકામો ઝડપથી પુર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સમૃધ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button