અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ખોફનાક દ્રશ્યો : દર્દીઓના ટપોટપ મોતનો સિલસિલો જારી

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોના કબ્રસ્તાન બની છે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ટપોટપ મોતનો સિલસિલો જોવા મળી રહ્યો છે, છેલ્લા ચાર દિવસમાં 30થી વધુ કોવીડ ડેડબોડી સ્મશાને પહોંચી છે, પાંચમા દિવસે મંગળવારે પણ કોવીડ ડેડબોડી વિભાગ પાસે ખોફનાક દ્રશ્યો જોવા મળ્યા હતા, સવારથી બપોર સુધી 8 જેટલી ડેડબોડી સ્મશાન ગૃહે પહોંચી હતી, એટલુંજ નહિ પરંતુ ડેડબોડી રખાય છે તે રૂમમાં મૃતકના સગા પહોંચ્યા હતા, જેમણે એવો ચિતાર રજુ કર્યો હતો કે, હજુ અંદર 12 જેટલી ડેડબોડી પડી છે, જેને સ્મશાન ગૃહે મોકલાશે. આમ મંગળવારે જ 20 જેટલી ડેડબોડી સ્મશાને પહોંચી હતી.

છેલ્લા પાંચ જ દિવસમાં 50થી વધુ ડેડબોડી સિવિલમાંથી સ્મશાન ગૃહે પહોંચી છે અને અંતિમ વિધિ કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ છે, સૂત્રો દાવો કરે છે કે, મોતનો આંકડો જે સામે આવ્યો છે તે હજુ ઓછો છે, સાચો આંકડો આનાથી વધુ ઊંચો હોઈ શકે છે, અલબત્ત, નફ્ફટ સરકારી તંત્ર આ વિશે ફોડ પાડવા તૈયાર નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button