
૨૮૦૦ કવીન્ટલ ચણા, ૭૦૦ કવીન્ટલ મગફળી, ૬૦૦ કવીન્ટલ બી.ટી.કપાસ, ૧૦૦૦ કવીન્ટલ જીરૂની આવક
રાજકોટ તા. ૭ એપ્રિલ, રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ પાકોના મબલખ ઉત્પાદનને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વેંચાણ અર્થે આવી રહયા છે.
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૨૮૦૦ કવીન્ટલ ચણા, ૭૦૦ કવીન્ટલ મગફળી, ૬૦૦ કવીન્ટલ બી.ટી.કપાસ, ૧૦૦૦ કવીન્ટલ જીરૂની આવક સહિત વિવિધ જણસોની જથ્થાની કુલ ૯,૬૮૪ કવીન્ટલ આવક થયેલ છે તથા કુલ રૂ. ૪૬૬૯૨૦૦ નું ટર્નઓવર થયું હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીશ્રીની યાદીમાં જણાવાયું છે.