૩૦ એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં લાગુ કરાયેલા પ્રતિબંધક હુકમો

રાજકોટ તા. ૭ એપ્રિલ- કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ખાળવા માટે તકેદારીના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ૩૦ એપ્રિલ-૨૦૨૧ સુધી પ્રતિબંધક આદેશો જારી કર્યા છે. આજ તા.૭-૪-થી આગામી તારીખ 30 એપ્રિલ સુધી રાત્રિના ૮ થી સવારના છ વાગ્યા સુધી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં , તેમ જ કોઈપણ માર્ગ-જાહેર કે રાહદારી રસ્તાઓ-રાજમાર્ગો-શેરીઓ-ગલીઓ-પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યા ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં કે પગપાળા કે વાહન મારફતે હરવું-ફરવું નહીં.

    ૧૦ એપ્રિલથી 30 એપ્રિલ સુધી લગ્ન કે સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધી અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે

૩૦ એપ્રિલ-૨૦૨૧ સુધી રાજકીય સામાજિક કે અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કોઇ પણ મેળાવડામાં ૫૦થી વધુ વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં.આ મેળાવડા દરમિયાન કોવિડ સંબંધી અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.

     ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ આ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અગાઉ બહાર પાડવામાં આવેલી કોવિડ સંબંધી તમામ જોગવાઇઓનું પણ પાલન કરવાનું રહેશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં આ હુકમો તારીખ 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button