ઉપલેટા ખાતે ૫,૨૬૩ કવીન્ટલ ચણાની ટેકાના ભાવે ખરીદી

રાજકોટ તા. ૭ એપ્રિલ – રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે તે માટે વિવિધ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામા આવી રહી છે. જે પૈકી તા. ૮ માર્ચ થી ઉપલેટા ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ કરવામાં આવી છે. હાલ સુધીમાં ૫,૨૬૩ કવીન્ટલ ચણાની ખરીદી કાવામાં આવી છે.

આ માટે ૩,૬૪૨ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી ૫૪૫ ખેડૂતોની ૧૦,૫૨૬ ગુણી અને ૫,૨૬૩ કવીન્ટલ ચણાની ખરીદી કરવામાં આવી હોવાનું અને આ પ્રક્રિયા શાંતિપૂર્ણ ચાલી રહી હોવાનું મામલતદારશ્રી જી.એમ.માવદીયા દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button