‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’

રાજકોટ જિલ્લામાં પૂર્ણ થયેલા ૧૧ અને પ્રગતિ હેઠળના ૨૪ કામોઃ૧૧૨૯

શ્રમિકોને મળી રહેલી રોજગારી

રાજકોટ તા. ૭ એપ્રિલ – રાજયસરકાર દ્વારા ૧ એપ્રિલથી શરૂ કરાયેલ ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અન્વયે રાજકોટ જિલ્લામાં જળાશયો ખોદવાના ૧૧ કામો પૂર્ણ થયા છે, જયારે અન્ય ૨૪ કામો પ્રગતિ હેઠળ છે.

  જે ૨૭ કામો પ્રગતિ હેઠળ છે, તેમાં ‘‘મનરેગા’’ યોજનાના ૮ કામો, ગોંડલ નગરપાલિકાના ૮ કામો અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કામોનો સમાવેશ થાય છે. ‘‘મનરેગા’’ યોજના હેઠળ જે કામો થઇ રહયા છે, તેમાં ધોરાજી તાલુકાના ભલગામડા, ગોંડલ તાલુકાના મેસપર, જામકંડોરણા તાલુકાના ખજૂરડા અને સોડવદર, જસદણ તાલુકાના બળધોઇ, રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી તથા વીંછીયા તાલુકાના ભોયરા અને ઓરી ગામો ખાતે તળાવ ઉંડા ઉતારવાના કામો પ્રગતિ હેઠળ છે. આ તમામ કામોમાં કુલ ૧૧૨૯ શ્રમિકો રોજગારી મેળવી રહયા છે.

  જયારે પૂર્ણ થયેલા ૧૧ કામો રાજકોટ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા હાથ ધરાયા છે, જેમાં જામકંડોરણા તાલુકાના મેઘાવડ ખાતે ચેકડેમ અને સિંચાઇ ટાંકાને ઉંડા ઉતારવાના કામો, તથા ગોંડલ તાલુકાના વાસાવડ, કોલીથડ અને હડમતાળા ગામો ખાતે ચેકડેમ ઉંડા ઉતારવાના કુલ ૧૧ કામોનો સમાવેશ થાય છે.

  ૧ એપ્રિલથી ૩૧ મે-૨૦૨૧ સુધી ચાલનારા ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૨૭૨ કામો કરવાનું આયોજન છે. જે પૈકી ૭ એપ્રિલ-૨૦૨૧ સુધીમાં ૧૪ ઘન મીટર માટીનું ખોદકામ થયું છે. આ માટે બે ટ્રેકટરની મદદ લેવામાં આવી છે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.

‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અન્વયે

રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્વારા પૂર્ણ થયેલા ૧૧ અને પ્રગતિ હેઠળના ૨૪ કામો

રાજકોટ તા. ૭ એપ્રિલ – રાજયસરકાર દ્વારા ૧ એપ્રિલથી શરૂ કરાયેલ ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અન્વયે રાજકોટ જિલ્લામાં સિંચાઇ વિભાગ દ્વારા જળાશયો ખોદવાના ૧૧ કામો પૂર્ણ થયા છે, જયારે અન્ય ૨૪ કામો પ્રગતિ હેઠળ છે.

  ૧ એપ્રિલથી ૩૧ મે-૨૦૨૧ સુધી ચાલનારા ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૨૭૨ કામો કરવાનું આયોજન છે. જે પૈકી ૫ એપ્રિલ-૨૦૨૧ સુધીમાં ૧૪ ઘન મીટર માટીનું ખોદકામ થયું છે. આ માટે બે ટ્રેકટરની મદદ લેવામાં આવી છે, તેમ સિંચાઇ વિભાગની યાદીમાં જણાવાયું છે.

‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’

રાજકોટ જિલ્લામાં ‘‘મનરેગા’’ વિભાગ દ્વારા ૮ કામો પ્રગતિ હેઠળઃ૧૧૨૯ શ્રમિકોને મળી રહેલી રોજગારી

રાજકોટ તા. ૭ એપ્રિલ -–‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અન્વયે રાજકોટ જિલ્લાના ૬ તાલુકાઓમાં તળાવ ઉંડા ઉતારવાના ૮ કામો પ્રગિત હેઠળ છે, જેમાં કુલ ૧૧૨૯ શ્રમિકોને રોજગારી મળી રહી છે.

  ધોરાજી તાલુકાના ભલગામડા, ગોંડલ તાલુકાના મેસપર, જામકંડોરણા તાલુકાના ખજૂરડા અને સોડવદર, જસદણ તાલુકાના બળધોઇ, રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી તથા વીંછીયા તાલુકાના ભોયરા અને ઓરી ગામો ખાતે તળાવ ઉંડા ઉતારવાના કામો પ્રગતિ હેઠળ છે. આ તમામ કામોમાં કુલ ૧૧૨૯ શ્રમિકો રોજગારી મેળવી રહયા છે,તેમ તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button