રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં 48 કલાક કાળજાળ ગરમી પડશે

ભયંકર હીટવેવના પગલે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

અમદાવાદ : રાજ્યના નાગરિકોને આગામી 48 કલાક કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે આ તરફ અમદાવાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button