
વોર્ડ નં.૧૭ માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આનંદનગર મેઈન રોડ પર શુભમ વિદ્યાલય, રાજકોટમાં વેક્સીનેશન કેમ્પનું આયોજન કરતાં વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કીર્તિબા રાણા તથા રવજીભાઈ મકવાણા
વોર્ડ નં.૧૭માં વિસ્તારવાસીઓને કોરોનાથી રક્ષણ આપતી વેક્સીનેશનનો લાભ મળી રહે તે માટે વોર્ડ નં.૧૭માં જુદા-જુદા સ્થળોએ વેકશીનેશન કેમ્પનું આયોજન વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર તથા બાગ બગીચા અને ઝૂના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કીર્તિબા રાણા તથા રવજીભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે. જે અન્વયે વોર્ડ નં.૧૭માં આવેલ શુભમ વિદ્યાલયમાં વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓએ આ કેમ્પનો લાભ લીધેલ.
આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ નં.૧૭ મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ તથા જગદીશભાઈ વાઘેલા, શુભમ વિદ્યાલયના સંચાલક અવધેશભાઈ કાનગડ તથા વિવેકભાઈ કાનગડ, વિમલભાઈ ગોસ્વામી, કીર્તનભાઈ ધોકીયા, પાર્થભાઈ ટોપીયા વિગેરે ઉપસ્થિત રહેલ.
