આજરોજ ગુજરાતના રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં વિડિઓ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ.

મીટિંગનો મુખ્ય એજન્ડા યુનિવર્સિટીઓ / ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને કોવિડ -19 યોગ્ય પ્રોટોકોલ પદ્ધતિઓની સ્વીકૃતિને લોકપ્રિય બનાવવા માટે લોકોના અભિપ્રાયને એકત્રીત કરવામાં તેમની સક્રિય ભાગીદારી પર વિચારણા કરવામાં આવેલ.
…………………………………………………………………………………………………………………………….

 • માન. કુલાધિપતિશ્રી દ્વારા ચાણક્યને યાદ કરીને દેશને કોરોના સામે લડાઈ લડી દેશને એકજુટ થવા અપીલ કરેલ અને કોરોનાની લડાઈ સામે લડવા પ્રત્યેક વ્યક્તિ જોડાય તેવા પ્રકારની યોજના બનાવવી.
 • માન. કુલાધિપતિશ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ કે યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રમાં આવતી કોલેજોને કોરોનાની લડાઈમાં કોલેજો અને વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં અધ્યાપકોને તથા વિદ્યાર્થીને જોડવા અપીલ કરવી.
 • કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સમાજના અન્ય લોકો જે ૧૮ વર્ષથી ઉપરનાં છે તેમનું વેક્સીનેશન વધુમાં વધુ થાય તે અંગેના પોતપોતાના ક્ષેત્રમાં પ્રયત્નો કરવા.
 • NSSનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકોને માર્ગદર્શિત કરવા પ્રયાસ કરવો.
 • કોલેજો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવા તેમજ વિદ્યાર્થીઓને લીડર/નેતૃત્વ લેવા જવાબદારી સોંપવી.
 • કોલેજો દ્વારા કોવીડ અન્વયેની લોકોને સાચી માહિતી પહોચે તે માટે મીડિયાનો ઉપયોગ કરવો.
 • કોલેજો દ્વારા કોરોના વોરીયર્સ તૈયાર કરવા અને CCC સેન્ટર ચલાવવા.
 • યુનિવર્સિટી/કોલેજો દ્વારા યુવાનોને જોડી મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર સ્થાપવું.
 • કોરોના મુક્તિની દિશા તરફ કેમ આગળ વધવું તેની યોજના બનાવવી.
 • વેકેશન મે અથવા જુન માસમાં ક્યારે કરવું તેનો નિર્ણય હવે પછી ટૂંક સમયમાં કરવામાં આવશે.
 • વર્ક ફ્રોમ હોમ અને ઓન લાઈન ટીચિંગ કરી સંક્રમણને રોકવા માટે ચર્ચા કરવામાં આવેલ.
  ઉપર્યુક્ત મીટીંગમાં ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે, શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી અંજુબેન શર્મા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિન પેથાણી તેમજ કુલસચિવશ્રી, પ્રત્યેક યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને અધ્યાપકશ્રીઓ પણ ઉપરોક્ત મીટીંગમાં જોડાયેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button