કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ :શ્રધ્ધાળુ દર્દીઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

રાજકોટ તા૨૭એપ્રિલ : રાજકોટ સ્થિત કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે આજે હનુમાન જયંતી નિમિત્તે શ્રધ્ધાળુ દર્દીઓએ તેમના કોરોનાના રોગને ભુલી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, અને હકારાત્મક ઉર્જા મેળવી હતી.

            સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજાએ જણાવ્યું હતું કે, શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લેતા દર્દીઓને  તથા તેમનાં સગાંઓને હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ તેમના રોગને ભુલીને સામુહિક હનુમાન ચાલીસાના પાઠમાં સામેલ થયા હતા, અને પુલકિત મને આજની સવાર પસાર કરી હતી.

            રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે, જયાં સિવિલ હોસ્પિટલમાંથી રીફર કરાયેલા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે. હાલ આ સેન્ટરમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના ૨૦૦ દર્દીઓ સારવાર મેળવી રહયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button