શહેરીજનોને હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી

હનુમાન જયંતી અને મંગળવારનો ઉતમ સંયોગ વીર હનુમાનજી એટલે બળ, નિષ્ઠા, ઉતમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદી રાજદૂત અને અનન્ય ભકત

શહેર ભાજપ પ્રમુખ મલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને આજે મંગળવારે હનુમાન જયંતિના પાવન અવસરે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે શ્રીરામના પરમ ભકત અને શીવજીના ૧૧માં સ્વરૂપ એવા બજરંગબલીની ભકિત માટે મંગળવાર અને શનીવાર શ્રેષ્ઠ છે ત્યારે આજે હનુમાન જયંતી અને મંગળવારનો શુભ સંયોગે તેનુ મહત્વ અનેકગણુ વધી જાય છે. ત્યારે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનજીનો જન્મદિવસ, હનુમાન સર્વમાન્ય અને સર્વપ્રિય દેવ છે. વીર હનુમાન એટલે બળ, નિષ્ઠા, ઉતમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુત્સદી રાજદૂત અને અનન્ય ભક્ત હનુમાન જયંતીના દિવસે તેમની પૂજા, તૃતી, પ્રાર્થના કરી ભકતગણ તેમની કૃપા પ્રાપ્ત કરે છે. હનુમાનજીને આકડીયા (આંકડા)ના ફુલોનો હાર, તેલ મિશ્રિત સિંદુર અને ધુપ અતિ પ્રિય છે.ભગવાનશ્રી રામના અનન્ય પ્રિયપાત્ર શ્રી લક્ષ્મજ્ઞ, ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાનજી. હનુમાનજી એક ક્લાકમાં ૬૫૦ માઈલની ઝડપથી ઉડતા હતા. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, ક્વાપર યુગ અને કળીયુગ ચારે યુગમાં અમર છે. તેઓ આઠ સિધ્ધિઓના દાતા છે. જેના ઉપર રીઝે છે તેનું કલ્યાણ થઈ જાય છે. કળિયુગમાં તાત્કાલીક ફળ આપનાર બજરંગબલી છે.

હનુમાનદાદા અષ્ટ સિધ્ધિ અને નવનિધિના દાતા છે, ભક્તોના સંકટનો નાશ કરે છે. કુમતિનું નિવારણ કરે છે. હનુમાનજીનું સ્વરૂપ કપ સમાન છે. હનુમાન જયંતિના દિવસે ઠેર–ઠેર બટુક ભોજનના આયોજનો થાય છે.ત્યારે તુલસીદાસ રચિત હનુમાન ચાલીસાના એક એક શબ્દમાં દિવ્યતા વ્યાપેલી જોવા મળે છે, વિશ્વભરમાં સૌથી વધુ પઠન થતી હનુમાન ચાલીસા બાળકો થી લઈને વડીલોને પણ લોકમુખે હોય છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના મહામારી પોતાનો હાહાકાર ફેલાવી અને ચોરતફ અટહાસ્ય કરી રહી છે ત્યારે સૌ કોઈ’ સબ સુખ લહૈ તુમ્હારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના’ અને ‘નાસૈ રોગ હરે સબ પીરા, જપત નીરંતર હનુમંત બીરા’ હનુમાન ચાલીસાની આ રચના માં દૃઢ શ્રધ્ધા કેળવી બજરંગબલીના શરણમાં જઈને કોરોના સામે રક્ષણ પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરે, હનુમાનજીનુ શરણ એ એકમાત્ર વિકલ્પ છે.

અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને હનુમાન જયંતીની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે હનુમાનજી હિંમત, તાકાત, શોર્ય અને વિનમ્રતાનું પ્રતિક છે. ત્યારે હનુમાનજીની વંદના કરવાથી તન, મન પવિત્ર થાય છે. જીવનમાં પ્રસન્નતા આવે છે. ભય–શોક દુર થાય છે. હનુમાન જયંતિના પરમ પવિત્ર શુભદિને હનુમાનજીના ચરણકમળોમાં શતકોટિ વંદન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button