વિદ્યાર્થી જીવનમાં કોરોનાની અસર :ડો. પંકજકુમાર એમ મુછડીયા

ચોથી જાગીર ગણાતુ પત્રકારત્વ એ સમાજનો અરીસો છે. સમાજના જાગૃત બળ તરીકે સમાજજીવનની વિવિધ માનવીય સમસ્યાઓને વાચા આપે છે. પત્રકારત્વ દ્વારા ઉપકરણોનું નિર્માણ થાય તે સમયે સમાજશાસ્ત્ર વિજ્ઞાનની એરણે ચકાસીને સમસ્યાના ઉદભવ સ્થાનથી માંડીને તેના નિરાકરણ માટે રામબાણ ઈલાજ સૂચવે છે. કોરોના વાયરસને પ્રોટીન સ્પાઇક કહે છે. ગુજરાતીમાં પ્રોટીનના ખીલ્લાઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયરસ મનુષ્યના શરીરમાં રહેલા ફેફસામાં પ્રવેશ કરે છે અને તેમાં લોહીનું પરિભ્રમણ બંધ કરી દે છે. દરેક પડકાર એક તક આપે છે. કોરોના કાળનો આ કપરો સમય શિક્ષણ માટે પરિવર્તનનો સમય છે. સ્વતંત્રતા બાદ ભારતમાં શિક્ષણનો વિકાસ લગભગ તમામ તબક્કે થયેલો જોવા મળે છે. ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ આપવાના બંધારણીય માર્ગદર્શન સિદ્ધાંતનું અમલીકરણ થતા પ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર વિકાસ થયો છે. પરિણામે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં પણ ઝડપી વિકાસ શક્ય બન્યો છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એક મહત્વનું અંગ છે. વિદ્યાર્થીઓના શારીરિક માનસિક બૌદ્ધિક અને ચારિત્રિક વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવે છે. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે શિક્ષણ વિદ્યાર્થીને સમાજીકરણ દ્વારા સમાજ યોગ્ય ઘડતર કરે છે. શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું કારણ અને પરિણામ બંનેનું મહત્ત્વ ધરાવતું હોય છે. વિદ્યાર્થીઓના જીવનની તકો સુધારવા શૈક્ષણિક સંસ્થાઓ મદદરૂપ થાય છે. નવી પેઢી માટે ડિજિટલ સ્ક્રીન હવે તેમનો દુનિયા સાથે પરિચય કરાવી રહ્યું છે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી બચે અને અભ્યાસ પણ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો. વિદ્યાર્થીઓ વિવિધ ચેનલો મારફત ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે ટેકનોલોજી આધારિત શિક્ષણ હવે આપણી શિક્ષણ વ્યવસ્થાનું ભવિષ્ય છે. તે વર્લ્ડ ક્લાસ ટીચર્સ વિડિયો લેસન ઇન્ટરેક્ટિવ ગેમ્સને વિશેષ અંદાજમાં સાંકળીને વિદ્યાર્થીઓ માટે આજીવન ન ભૂલાય તેવો અનુભવ બનાવી દે છે. ઓનલાઇન લર્નિંગમાં અઘરામાં અઘરા કન્સેપ્ટ વિજ્ઞાનની વ્યાખ્યા જિંદગીના અનુભવ સાથે જોડીને બતાવવાથી વિદ્યાર્થીઓ આ ખ્યાલને સારી રીતે સમજી જાય છે વિદ્યાર્થીના શિક્ષણ અંગે ચિંતિત વાલીઓ હવે ડિજિટલ શિક્ષણના ફાયદા જોઈ રહ્યા છે સ્માર્ટ ડિવાઈસ અને ઇન્ટરનેટની સરળ પહોંચના કારણે ઓનલાઈન અભ્યાસની મુખ્ય ધારામાં સામેલ થઈ ગયું છે વિદ્યાર્થીઓ પુસ્તકિયા જ્ઞાનથી બહાર જઈને ડિજિટલાઇઝેશન તરફ પ્રયાણ કર્યું છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શિક્ષણના ઉચ્ચ આદર્શો કે ધ્યેયોને સિદ્ધ કરવા વિદ્યાર્થીઓની સમસ્યાઓની જાણકારી મહત્ત્વની બની જાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ખાસ કરીને રોજગારી બાબતે ચિંતિત છે સાથે સાથે કેટલીક સામાજિક આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે અભ્યાસક્રમ અભ્યાસેત્ત પ્રવૃત્તિઓ તેમજ ગ્રંથાલય સંબંધી કેટલાક પ્રશ્નોનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા છે. વૈશ્વિક અપેક્ષાઓ અને રાષ્ટ્રીય પ્રસ્તુતતાને બંધ બેસે એ રીતે શિક્ષણની કાયાપલટ કરવાની જરૂર ઊભી થઈ છે. શિક્ષણ અને સમાજ વચ્ચેના જીવંત સંબંધોને બદલાતી પરિસ્થિતિઓ અને વિજ્ઞાન ટેકનોલોજીનો લાભ લઇ નવો ઓપ આપવાની જરૂરિયાત ઊભી થઇ છે. પ્રવર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણની અનિવાર્યતા ઊભી થઈ છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનથી સમગ્ર દુનિયામાં પળવારમાં ઘુમી વળતો આજનો પ્રગતિશીલ વિદ્યાર્થી ભીતરમાંથી ખોખલો થતો જાય છે. મોબાઈલની નાનકડી ટચ સ્ક્રીનમા સતત જોવાથી વિદ્યાર્થી પોતાની આંખની ક્ષમતા ગુમાવી રહ્યો છે. વિદ્યાર્થી એક પ્રકારનો અજંપો હતાશા ડર અનુભવે છે. બે ટંક ખાવાના ફાફા હોય ત્યાં મોબાઈલનું રિચાર્જ કઈ રીતે કરવું તેમજ કુટુંબના સભ્યો સાથે અનુકૂલનની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ડો. પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ગ્રામીણ વિસ્તારમાં દીકરીના શિક્ષણ માટે એક મોટો પડકાર ઉભો થયો છે. ભારતમાં વિવિધ યુગમાં સ્ત્રી શિક્ષણ અસરકારક રહ્યું નથી વર્તમાન સમયમાં પણ અનેક પરિબળોએ સ્ત્રી શિક્ષણ સામે સવાલ ઊભા કર્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ તેમજ ઈન્ટરનેટ સુવિધા ન હોવાથી તેઓ શિક્ષણથી વિમુખ થયા છે બાળકોમાં ચીડિયાપણું જોવા મળે છે. રમત ગમત પ્રવૃતિઓથી વિમુખ થઈ રહ્યા છે ઉપરાંત શિક્ષણ સિવાયના કન્ટેન્ટ જોવા તરફ વિદ્યાર્થીઓનું વલણ વધી રહ્યુ છે જે તેમના અભ્યાસને નુકસાન પહોંચાડે છે. વાલીઓ ચિંતાતુર છે અને સાથે-સાથે વિદ્યાર્થીઓની સામે ભવિષ્યની ચિંતા ઉભી છે.

ડો. પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button