ઈન્ડિયન આઈડલમાંથી નેહા, હિમેશ, વિશાલ થયા આઉટ, દમણમાં શૂટિંગ ચાલતુ હોવાથી હવે અનુ મલિક અને મનોજ મુંતશિર કરશે જજ

છેલ્લા ઘણા એપિસોડથી ઈન્ડિયન આઈડલમાંથી નેહા કક્કર, હિમેશ રેશમિ અને વિશાલ દદલાની ગાયબ છે. હવે તેનું કારણ સામે આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડોલ 12’ના જજ અનુ મલિક અને મનોજ મુંતશિર કરી રહ્યા છે. પહેલા ચર્ચા હતી કે શોના ત્રણેય જજએ એક પ્રોજેક્ટ માટે શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ હોવા સામે આવ્યું છે કે હવે ત્રણેય જૂના જજ શોમાં જોવા નહીં મળે.

કારણ છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન થવાને કારણે શોની ટીમ મુંબઇથી દમણ શિફ્ટ થઈ ગઈ છે. આ કારણે ત્રણેય જજ આ શોમાં સામેલ થઈ શકશે નહીં. હવે મનોજ મુંતશિર અને અનુ મલિક આ શોને જજ કરતા જોવા મળશે.

અનુ મલિક પહેલા પણ આ શોના જજની પેનલમાં સામેલ હતા પરંતુ જ્યારે સોના મહાપત્રા, નેહા ભસીન અને શ્વેતા પંડિત જેવા ગાયકોએ અનુ પર ગંભીર આક્ષેપો કર્યા ત્યારે શોના નિર્માતાએ તેમને શોમાંથી બહાર કરી દીધા હતા.

કોરોના રોગચાળાને કારણે દેશના ઘણા ભાગોમાં લોકડાઉન થઈ રહ્યું છે. તેથી ઈન્ડિયન આઇડોલનું શૂટિંગ સ્થાન પણ બદલાઈ ગયું છે. હવે આ શોનું શૂટિંગ દમણમાં ચાલી રહ્યું છે. શૂટિંગ સમયે ઘણી સાવચેતી રાખવામાં આવી છે. શૂટિંગ બાયો બબલમાં કરવામાં આવી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button