પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ ધ્વારા લોકતંત્રની હત્યા ના વિરોધમાં શહેર ભાજપ ઘ્વારા આવતીકાલે શહેરના તમામ ૧૮ વોર્ડમાં ધરણા યોજાશે

શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ : માર્ગદર્શન આપતા કમલેશ મિરાણી

તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમ્યાન તેમજ તેના પરિણામ સમયે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ ધ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર આક્રમણ અને હિંસક હુમલાઓ થયા તેમજ કાર્યકર્તાઓની હત્યા પણ કરવામાં આવી, તેમજ ભાજપ કાર્યાલયની તોડફોડ અને આગ લગાડવાની ઘટનાઓથી ધોળે દહાડે લોકતંત્રની હત્યા કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય પાર્ટી ધ્વારા આ ઘટનાઓની નિંદા વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે આ અત્યાચારના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.૬/પના ગુરૂવારના સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ ક્લાકે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વોર્ડવાઈઝ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાવામાં આવેલ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે તૃણમુલ કોંગ્રેસ ધ્વારા લોકતંત્ર પર હુમલા, પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા અને વિરોધ પક્ષનું મૌન વગેરે જેવા સ્લોગન, પ્લેકાર્ડ થકી શહેર ભાજપ વિરોધ કરવામાં આવશે. ત્યારે આ ધરણા કાર્યક્રમ વોર્ડ નં.૧ માં રામાપીર ચોકડી ખાતે, વોર્ડ નં.૨ માં હનુમાન મઢી ચોક ખાતે, વોર્ડ નં.૩ માં આંબલીયા હનુમાન મંદીર પાસે, વોર્ડ નં.૪ માં મોરબી રોડ જકાતનાકા પાસે, વોર્ડ નં.૫ માં પારૂલ બગીચા પાસે, વોર્ડ નં.૬ માં કનકનગર બગીચા પાસે, વોર્ડ નં.૭ માં ત્રીકોણ બાગ પાસે, વોર્ડ નં.૮ માં કોટેચા ચોધ ખાતે, વોર્ડ નં.૯ માં રૈયા ચોકડી પાસે, વોર્ડ નં.૧૦ માં ઈન્દીરા સર્કલ પાસે, વોર્ડ નં.૧૧ માં મવડી ચોકડી પાસે, વોર્ડ નં.૧૨ માં રાધે ચોકડી પાસે, વોર્ડ નં.૧૩ માં સ્વામી નારાયણ ચોક પાસે, વોર્ડ નં.૧૪ માં સોરઠીયા વાડી ચોક પાસે, વોર્ડ નં.૧૫ માં ચુનારાવાડ ચોક ખાતે, વોર્ડ નં.૧૬ માં હુડકો બસસ્ટેન્ડ પાસે, વોર્ડ નં.૧૭ માં નંદા હોલ પાસે, વોર્ડ નં.૧૮ માં સરદાર ચોક, કોઠારીયા ચોકડીથી આગળ પાસે આ ધરણા કાર્યક્રમ યોજાશે, આ કાર્યક્રમમાં કોવિડ–૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીને શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ સીનીયર આગેવાનો સહીતના ઉપસ્થિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button