પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની મહીલા કાઉન્સેલરોને વોટ્સએપના માધ્યમથી મેસેજો કરી હેરાન કરનાર ઇસમની ધરપકડ

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની મહીલા કાઉન્સેલરોને વોટ્સએપના માધ્યમથી મેસેજો કરી હેરાન કરનાર ઇસમની ધરપકડ કરી બોટાદનો એક તથા રાજકોટ સીટી ક્રાઈમના ત્રણ એમ કુલ ચાર ગુન્હાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી બોટાદ એલ.સી.બી ટીમ બોટાદ

            શ્રી અશોક કુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ મહિલા ભોગ બનનાર હોય એવાં ગુનાઓમાં વિશેષ સંવેદનશિલતા દાખવવા અને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ શ્રી હર્ષદ મહેતા સાહેબ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદનાઓ દ્વારા ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. 

જે અન્વયે બોટાદ મહિલા પોલીસ સ્ટેશન PART A ગુ.ર.નં. 11190007210007-2021 ઇ.પી.કો. ક. ૩૫૪(એ)(ડી), ૨૯૪, ૫૦૪, ૫૦૯ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી), ૬૭(એ) મુજબનો ગુન્હો તા. ૨૯/૦૪/૨૦૨૧ ના રોજ જાહેર થયેલ હોય અને આ ગુન્હાની વિગતે આ કામના અજાણ્યા આરોપીએ પોતાના મોબાઇલના વોટ્સઅપ એપ્લીકેશન મારફતે બોટાદ તથા ગઢડા ખાતેના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતેના મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ કરી, બિભત્સ માંગણી કરેલ હોય તેમજ ગંદી ગાળો લખીને મોકલેલ હોય જે વિગતે ગુન્હો રજી. થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્વારા સદર ગુન્હો ડીટેક્ટ કરી આરોપી પકડવા સુચના કરવામાં આવેલ. જે અન્વયે એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી સાહેબ નાઓ અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ સેલની મદદ લઇ ગુન્હો ડીટેક્ટ કરવા સુચના કરવામાં આવેલ. જે અન્વયે વોટ્સએપ એપ્લીકેશનમાં ઉપયોગ માં લેવાયેલ નંબરોની ટેક્નીકલ સર્વેલન્સ ની મદદ લઇ વિગતો મેળવી એક ઇસમ મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા, ઉવ. ૨૦, રહે. બોટાદ, ઠે. ખોડીયાર નગર, સાંઇબાબાના મંદિર પાસે, તા.જી. બોટાદ રહે. મુળ બુબાવાવ ગામ, તા. રાણપુર જી. બોટાદ વાળાને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવેલ જેની યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે આ ગુન્હો કરેલ હોવાનો એકરાર કરતાં મજકૂર ઇસમને હસ્તગત કરી તેની પાસેથી જુદી જુદી કંપનીના સીમકાર્ડ તથા મોબાઇલ નંગ -૦૪ કિં.રૂ. ૧૦,૫૦૦/- નો મુદૃામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામે આરોપીની પુછપરછ દરમ્યાન બોટાદ અને ગઢડા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના મહીલા કાઉન્સેલરો સિવાય ગુજરાત રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓના આશરે ૪૦ જેટલા મહીલા કાઉન્સેલરોને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરેલ હોવાનુ ખુલવા પામેલ છે. જે બાબતે બોટાદ જીલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે PART A ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૭૨૧૦૦૦૭/૨૦૨૧ તથા રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે (૧) PART A ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૭૨૧૦૦૦૧/૨૦૨૧ તથા (૨) PART A ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૭૨૧૦૦૦૨/૨૦૨૧ તથા (૩) PART A ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૭૨૧૦૦૦૧/૨૦૨૧ એમ કૂલ ૦૪ ગુન્હા ડીટેકટ કરેલ છે.

કબ્જે કરેલ મુદૃામાલ –
મોબાઇલ નંગ – કૂલ – ૪ જેમાં (૧) MI રેડ મી (૨) MI રેડ મી (૩) MI રેડ મી (૪) નોકીયા નો સાદોફોન
કૂલ સીમ કાર્ડ નંગ – ૧૦ જેમાં ૦૪ સીમકાર્ડ મોબાઇલ ની અંદર તથા ૦૬ ખુલ્લા સીમકાર્ડ
…૧…

પકડાયેલ આરોપી –

મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા ઉ.વ.૨૦, રહે.બોટાદ, ખોડીયારનગર, સાંઇબાબાના મંદીર પાસે, તા.જી.બોટાદ મુળ રહે. બુબાવાવ તા.રાણપુર

આરોપીની એમ.ઓ –

આ કામના આરોપી હીરાના કારખાને જતા હોય ત્યાં સાથી કામદારોના મોબાઇલ નંબરોના વોટ્સએપના ઓ.ટી.પી. નંબર લઇને તે નંબરનુ વોટ્સએપ પોતાના મોબાઇલમાં શરૂ કરતો હતો અને આ અલગ અલગ વોટસઅપમાંથી મહિલા કાઉન્સેલર્સને બિભત્સ વાંધાજનક મેસેજ કરતો હતો.

આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓના સુચન તેમજ માર્ગદર્શન મુજબ તથા એલ.સી.બી શાખાના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામી સાહેબની સુચના મુજબ એલ.સી.બી. કચેરીના એ.એસ.આઇ. કે.ડી.ઝાલા તથા હેડ.કોન્સ. રામદેવસિંહ ચાવડા તથા હેડ.કોન્સ. લક્ષ્મણદેવસિંહ ચુડાસમાં તથા નાસતા ફરતા સ્કોડના હેડ.કોન્સ. મયુરસિંહ રામસિંહ ડોડીયા તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ ના હેડ.કોન્સ. પુરવભાઇ પ્રવિણભાઇ સોનગરા તથા પો.કોન્સ.યોગેન્દ્રસિંહ સરવૈયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button