રાજકોટ કે દિલમે ભગવાન બસતા હૈ, હમ યહા હૈ, તોભી મેરે પતિ કો કોરોના સે બચા લીયા

કલકત્તાના સુકુમારનું ઓક્સિજન લેવલ ૮૦ થતા લોકોએ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો
૦૦૦
દસ દિવસની સમરસની સારવાર બાદ કોરોના મુક્ત થતાં કલકત્તાથી પત્નીએ વેપારી મારફત મોકલાવ્યો સંદેશો
૦૦૦
રાજકોટના લોકો હોય કે રાજકોટની સરકારી હોસ્પિટલના તબીબો…… રાજકોટની સેવાભાવી સંસ્થા હોય કે રાજકોટના વેપારીઓ… કે પછી કર્મયોગીઓની વાત હોય.. કોરોનાના કપરા કાળમાં રાજકોટમાં સર્વત્ર માનવતાની મહેંક પ્રસરે છે. રાજકોટની માનવતાની મહેક કલકત્તાના સુકુમારના પરિવાર સુધી પહોંચી છે.
વાત જાણે એમ છે કે, કલકત્તાના ૩૫ વર્ષીય બંગાળી જવેલરી કારીગર સુકુમાર કોલે થોડા મહિનાઓથી રાજકોટમાં જવેલરી ફિનિશિંગનું કામ કરવા આવ્યા છે. તેઓ પ્રહલાદ પ્લોટમાં જોબ વર્ક કરે છે.
તેમનો પરિવાર કલકત્તામાં રહે છે અને અહીં રાજકોટમાં સુકુમારને ૧૦ દિવસ પહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. સુકુમારની તબિયત બે-ચાર દિવસમાં જ વધુ ગંભીર બનતા વેપારી ભરતભાઈ પરમાર અને તેમના સાથી મિત્રોએ આ યુવાનને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો. સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી ગઈ અને તપાસ કરી તો સુકુમારનું ઓક્સિજન લેવલ ૮૦ જેટલું થઈ ગયું હતું. બે દિવસની વિશેષ સારવાર પછી તબિયતમાં સુધારો થતાં આ કારીગરને કોવીડ સમરસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો. સમરસમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ સૌ કોઈએ પરિવારના સભ્યની જેમ કાળજી લઇ સારામાં સારી સારવાર કરતા આજે સુકુમારને હોસ્પિટલમાંથી સ્વગૃહે જવા રજા આપવામાં આવી ત્યારે તેઓ ગદ્ગદિત થઈ ગયા હતા. સરકારી હોસ્પિટલના તબીબો અને મદદ કરનાર સૌ કોઈનો આભાર માન્યો હતો.
સુકુમાર જેમને ત્યાં કામ કરે છે તે ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં મોટો ખર્ચ થાય એવી સારવાર આ કારીગરની સિવિલ હોસ્પિટલમાં એક પણ પૈસાનો ખર્ચ વગર થઈ છે. તેમણે કહ્યું કે આ દર્દીને જમવામાં ડીસમાં જે વધારે ભાવતું હતું તે એક દિવસ બીજી વખત મંગાવતા સમરસના સ્ટાફે કહ્યું કે, આ સરકારી હોસ્પિટલ તમારું ઘર જ છે. હવે તમારે કશું કહેવું નહીં પડે. દરરોજ સામેથી બે ડીસ તમારા બેડ પર આવી જશે. સુકુમારે જ્યારે આ વાત તેના મિત્રોને શેર કરી ત્યારે સમરસ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ પરિવાર અને તંત્ર પ્રત્યે ગૌરવની લાગણી થઇ હતી.
સુકુમારની પત્ની કલકત્તામાં રહે છે અને તેને અઢી વર્ષનો પુત્ર છે. તેમના પતિને પ્રેમભાવથી રાજકોટમાં સારવાર મળી અને ગંભીર પરિસ્થિતિમાંથી સાજા થઇ જતાં ગદગદિત થઈને તેમણે ભરતભાઈ પરમારને ફોન પર કહ્યું કે, રાજકોટ કે દિલમે ભગવાન બસતા હૈ. હમ યહા હૈ ઔર ઉન્કો આપ સબને કોરોના સે બચા લીયા હૈ. આમ કહીને તેમણે રાજકોટના સેવાભાવી લોકો તેમજ સિવિલ હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફરતા સુકુમારે પણ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલની સારવારને લીધે તેમજ પ્રેમભાવને લીધે તેમને એકલતા લાગી નથી અને આજે સાજા થઈ ગયા છે. તે અંગે રાજ્ય સરકારની સારવાર વ્યવસ્થા અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button