રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણીની રજૂઆતને સફળતા.

રાજકોટ જીલ્લામાં પ(પાંચ) ૧૦૮-એમ્બ્યુલન્સની ફાળવણી

રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ રાજકોટ જીલ્લાની ગ્રામ્ય પ્રજાજનોને હાલની કોરોનાની મહામારીની સ્થિતિમાં લોકોને ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની અગવડતાને કારણે પ્રજાજનોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ જીલ્લા ભાજપ દ્વારા સરકારમાં ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણી કરવા માટે રજુઆતો કરવામાં આવેલ હતી. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જીલ્લામાં (૧) જસદણ તાલુકાના ઘેલા સોમનાથ ખાતે, (૨) કોટડાસાંગાણી ખાતે, (૩) ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી, (૪) ગોંડલ તાલુકાના કોલીથડ ખાતે તથા (૫) ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે એમ ૫(પાંચ) એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના અથાગ પ્રયત્નો અને લોકોની સેવામાં તત્પર રહેવા રાજકોટ જીલ્લા ભાજપની ટીમ સક્રિય રીતે કામગીરી કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button